મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે (ABSLAMC) આદિત્ય બિરલા સન લાઇફ કોંગ્લોમરેટ ફંડ લોન્ચ કર્યું છે. આ ફંડ દેશના ટોચના ઉદ્યોગ જૂથોમાં મૂડીરોકાણ કરશે. આ ન્યુ ફંડની ઓફર (NFO) પાંચ ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે.
આ ફંડ ઇન્ડસ્ટ્રી અને કેટેગરી ફર્સ્ટ ફંડ છે જે વિવિધ ક્ષેત્રોમાં કમસે કમ બે લિસ્ટેડ કંપનીઓ ધરાવતા દેશના ટોચના પ્રમોટરોના નેતૃત્વમાં આવેલાં જૂથોમાં મૂડીરોકાણ કરશે. વળી, આ મૂડીરોકાણ કરેલી કંપનીઓની વિશેષતા એ રહેશે કે એ વૈવિધ્ય ધરાવતા ક્ષેત્રમાં તેમની બિઝનેસની કામગીરી, બજારમાં મજબૂત સ્થિતિ અને નોંધપાત્ર રોકડપ્રવાહ ધરાવતી હોય.
આ ફંડ દ્વારા મોટાં ઉદ્યોગ જૂથોની કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં મૂડીરોકાણ કરવામાં આવશે. ખાસ કરીને કોંગ્લોમરેટ થીમ પર મૂડીરોકાણ કરવામાં આવશે. કોંગ્લોમરેટ એટલે કે પેઢીથી વારસાગત ઉદ્યોગ-ધંધા સંભાળતા ઉદ્યોગપતિઓનાં જૂથો કે જે અબજો લોકોના દૈનિક જીવન પર પ્રભાવ પાડતા હોય. આ ઉદ્યોગ જૂથોએ ગ્રાહકો સાથે લાંબા સમયથી વ્યાવસાયિક સંબંધો જાળવ્યા હોય અને દાયકાઓની વિશ્વાસ અને વફાદારીને પ્રોત્સાહન આપ્યું હોય.
તેમની સફળતા ઉભરતા ઊંચા વિકાસ ઉદ્યોગોમાં વ્યૂહાત્મક રીતે મૂડીરોકાણ કરવાની અને તેમની દૂરંદેશીપણાની ક્ષમતાથી નોંધપાત્ર નફો મેળવવાની હોય છે. તેમને હંમેશાં ઊભરતાં ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે મોટાં ઉદ્યોગ જૂથો બજારમાં તેમનું પ્રભુત્વ જાળવી રાખે, પણ વૈશ્વિક વેપાર અને ગ્રાહકોના વલણોને ભવિષ્યમાં આકાર આપવામાં પણ મદદ કરે છે. આ ફંડ દ્વારા રોકાણકાર લાંબા ગાળે એની મૂડી પર નોંધપાત્ર વળતર મેળવી શકે છે.
નવા ફંડના લોન્ચ પર ટિપ્પણી કરતાં આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO એ. બાલાસુબ્રહ્મણિયને કહ્યું હતું કે કોંગ્લોમરેટેસે દેશમાં ઓદ્યૌગિક ક્રાંતિમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને તેઓ આર્થિક પ્રગતિની કરોડરજ્જુ સમાન છે.
આદિત્ય બિરલા સન લાઇફ કોંગ્લોમરેટ ફંડ વિકાસ કરતા અર્થતંત્રમાં રોકાણકારોને તેમનાં નાણાંને વધરાવાની એક ઉમદા તક આપે છે. આ ઓફર થકી રોકાણકારને 22 ક્ષેત્રોમાં 169 કંપનીઓમાં મૂડીરોકાણ કરવાની તક પૂરી પાડે છે, જે કંપનીઓ BSEના કુલ માર્કેટ કેપમાં 33 ટકાના હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફંડમાં 36 લાર્જ-કેપ, 30 મિડ-કેપ અને 103 સ્મોલ-કેપ શેરોનો સમાવેશ થાય છે. જે રોકાણકારોને સંભવિત ગ્રોથ અને ક્ષેત્રોના વૈવિધ્ય પણ પૂરાં પાડે છે.