આઇસી15 ઇન્ડેક્સમાં 19 પોઇન્ટની મામૂલી વૃદ્ધિ 

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી સંબંધે યુરોપિયન યુનિયનમાં મહત્ત્વપૂર્ણ કાયદો પસાર થવાનો હોવાથી અને આ સપ્તાહના પાછલા ભાગમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર બાબતે ઘોષણા કરે તેની પહેલાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. આવામાં બિટકોઇનનો ભાવ સોમવારે 39,000 ડૉલરની આસપાસ રહ્યો હતો.

યુરોપિયન યુનિયનમાં પ્રૂફ ઑફ વર્ક ક્રીપ્ટોકરન્સી બિટકોઇન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય યુરોપિયન પાર્લામેન્ટમાં લેવાવાનો છે. અમેરિકામાં વ્યાજદરમાં 25 બેઝિસ પોઇન્ટની વૃદ્ધિ થવાનો અંદાજ છે. અમેરિકાની કેન્દ્રીય બૅન્ક ફુગાવા તથા અર્થતંત્રની વૃદ્ધિ સંબંધેની નીતિ પણ જાહેર કરશે.

સોમવારે ઈથેરિયમનો ભાવ 2,500 ડૉલરની નજીક હતો. ડોઝકોઇન 0.2 ટકા વધીને 0.11 ડૉલર થયો હતો. એલન મસ્કે પોતાનું ડોઝકોઇનનું હોલ્ડિંગ નહીં વેચવાનું જાહેર કર્યું છે. તેઓ બિટકોઇન કે ઈથેરિયમ પણ નહીં વેચે એવું એમના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.04 ટકા (19 પોઇન્ટ) વધીને 55,885 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 55,866 ખૂલીને 56,227 સુધીની ઉંચી અને 53,729 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
55,866 પોઇન્ટ 56,227 પોઇન્ટ 53,729 પોઇન્ટ 55,885

પોઇન્ટ

ડેટાનો સમયઃ 14-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)