IC15 ઇન્ડેક્સમાં વધુ 4.73 ટકાનો ઘટાડો

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શનિવારે ફરીથી ઘટાડો આવ્યો હતો. અમેરિકામાં ફુગાવાનો દર ચાર દાયકાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. આથી હવે ફેડરલ રિઝર્વ મોંઘવારીને ડામવા માટે આકરાં પગલાં લે એવી શક્યતા વધી ગઈ છે. બિટકોઇનનો ભાવ 29,000 ડોલરની નજીક પહોંચી ગયો છે.

અમેરિકન સ્ટોક્સમાં પણ શુક્રવારે મોટો ઘટાડો નોંધાયો હતો. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 2.91 ટકાને નાસ્દાક કમ્પોઝિટ 3.52 ટકા ઘટ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં એસ એન્ડ પી 500 અને નાસ્દાકનું અનુકરણ થઈ રહ્યું છે.

બિટકોઇનમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થવાની શક્યતા દેખાય છે, કારણ કે માઇનિંગનો ખર્ચ સતત વધી રહ્યો છે. માઇનર્સે મે મહિનામાં 6.3 બિલિયન ડોલર મૂલ્યના બિટકોઇન એક્સચેન્જોમાં ખસેડ્યા હતા.

આ અગાઉ ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.73 ટકા (1,855 પોઇન્ટ) ઘટીને 37,301 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,202 ખૂલીને 39,464 સુધીની ઉપલી અને 36,905 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ ઘટકના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

 

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
39,202 પોઇન્ટ 39,464 પોઇન્ટ 36,905 પોઇન્ટ 37,301 પોઇન્ટ
ડેટાનો સમયઃ 11-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)