આઇસી15 ઇન્ડેક્સ 2.30 ટકા ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થવા પહેલાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઈક્વિટી માર્કેટ જેવી સ્થિતિ સર્જાઈને ઘટાડો નોંધાયો હતો. બિટકોઇન ફરી એક વાર 30,000 ડોલરની સપાટી તોડીને નીચે ચાલ્યો ગયો હતો.

યુરોપમાં પણ સેન્ટ્રલ બૅન્કે વ્યાજદર વધારવાનો સંકેત આપ્યો હોવાથી તેની અસર પણ ક્રીપ્ટો માર્કેટ પર થઈ છે. અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે.

અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે અમેરિકામાં મે મહિનાનો ફુગાવાનો દર ઉંચો રહેશે. તેની અસર તળે રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.30 ટકા (924 પોઇન્ટ) ઘટીને 39,202 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,042 ખૂલીને 40,124 સુધીની ઉપલી અને 38,689 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. આ ઇન્ડેક્સની લગભગ તમામ ઘટક કરન્સીના ભાવમાં વધારો નોંધાયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
40,042 પોઇન્ટ 40,124 પોઇન્ટ 38,689 પોઇન્ટ 39,202 પોઇન્ટ

ડેટાનો સમયઃ 10-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]