નવી દિલ્હી– કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક મામલા પછી ફેસબૂક વધુ એક કન્ઝ્યુમર ડેટા લીક વિવાદમાં ફસાઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા કંપનીને એપલ, સેમસંગ અને માઈક્રોસોફટ સહિત સ્માર્ટફોન બનાવતી દુનિયાની અંદાજે 60 પ્રતિષ્ઠિત કંપનીઓની સાથે પોતાના યુઝર્સ અને તેના સંબધની ખાનગી જાણકારી આપી છે.અહેવાલ મુજબ ફેસબૂક એપના સ્માર્ટફોન પ્લેટફોર્મ પર મોટાપાયે આવે તે પહેલા ફેસબૂકે ડિવાઈસ મેકર્સની સાથે ડેટા શેરિંગ પાર્ટનરશિપ કરવાની ડીલ કરી લીધી હતી. કંપનીના એક અધિકારીએ આપેલી જાણકારી મુજબ ડિવાઈસ મેકર્સની સાથે થયેલી આ ડીલ હાલ પર ચાલુ છે. આ પાર્ટનરશિપથી ફેસબૂક ને પોતાની રીચ વધારવામાં મદદ મળી હતી. સાથે ફોન મેકર મેસેજિંગ અથવા લાઈક બટન અને એડ્રેસબુક જેવા સોશિયલ નેટવર્ક સાથે જોડાયેલ લોકપ્રિય ફીચરની ઓફર આપે છે. રિપોર્ટ અનુસાર મોબાઈલ મેકર્સની સાથે થયેલ આ ડીલ 2010 પહેલા કરાઈ હતી. જે કંપનીઓ સાથે ડીલ કરાઈ હતી, તેમાં બ્લેકબેરી પણ સામેલ હતા. જો કે હાલ બ્લેકબેરી માર્કેટમાં જરાય એક્ટિવ નથી.
ન્યૂયોર્ક ટાઈમ્સના રીપોર્ટ અનુસાર આ ડીલ અમેરિકી ફેડરલ ટ્રેડ કમીશનની સાથે ફેસબૂક તરફથી 2011ના પ્રાઈવેસી પ્રોટેક્શન એન્ડ કોમ્પલાયેન્સ પર કરાયેલ કન્સેન્ટ ડિક્રીના સીધે સીધુ ઉલ્લંઘન દર્શાવે છે.
અત્રે નોંધનીય છે કે કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીંક કૌભાંડ સામે આવ્યા પછી ફેસબૂક પહેલેથી જ કરોડો યૂઝર્સના ડેટા મિસયુઝ કરવાના કેસમાં મુશ્કેલીનો સામનો કરી રહી છે.