મોદી સરકાર લાવી રહી છે ત્રણ કલ્યાણકારી યોજનાઓ… જાણો

નવી દિલ્હી– નરેન્દ્ર મોદી સરકારને સત્તામાં 4 વર્ષ પૂરા થયા છે, ત્યારે મોદી સરકાર મતદારોને રીઝવવા માટે મેગા હેલ્થ પ્રોટેક્શન પ્રોગ્રામ ‘મોદીકેર’ પછી એક વધુ દાવ રમવા જઈ રહી છે. સરકાર 50 કરોડ નોકરી કરતાં લોકો માટે કલ્યાણકારી યોજનાઓ લાવવાની તૈયારીમાં છે. બ્લૂમબર્ગના એક રીપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ જ મહત્વની અને મહત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરવાની તૈયારીમાં છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા આ યોજનાઓની જાહેરાત થાય તો નવાઈ નહી.

રીપોર્ટ અનુસાર પીએમ મોદી 2019 પહેલા 3 કલ્યાણકારી યોજનાઓને લાગુ કરવા ઈચ્છી રહ્યા છે. આ યોજનાઓમાં (1) ઓલ્ડ એજ પેન્શન, (2) લાઈફ ઈન્સ્યોરન્સ અને (3) મેટરનિટી બેનિફિટ્સ.

આ કલ્યાણકારી યોજનાઓથી સરકારને 2019ની લોકસભાની ચૂંટણીમાં રાજનૈતિક ફાયદો મળી શકે છે. પણ તેનાથી રાજકોષીય ખાદ્ય પર પ્રેશર વધશે. રાજકોષીય ખાદ્ય પહેલેથી જ વધારે છે. તેના પહેલા સરકારે અંદાજે 10 કરોડ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાનો મફત વીમા યોજનાની જાહેરાત કરી હતી. ‘મોદીકેર’ના નામથી ચર્ચિત સ્વાસ્થ્ય વીમા યોજનાથી અંદાજે 50 કરોડ લોકોને લાભ મળ્યો છે.

સરકારે 15 કેન્દ્રીય શ્રમ કાયદાને સરળ કરી અને તેમનું જોડાણ કરીને એક જ કાયદો બનાવીને બિલનો ડ્રાફટ તૈયાર કર્યો છે. જે અસંગઠિત ક્ષેત્ર સહિત તમામ કર્મચારીઓને ફાયદો પહોંચાડશે. આ બિલને સંસદના આગામી સત્રમાં રજૂ કરાશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]