આઇસી15 ઇન્ડેક્સમાં 183 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થવા પહેલાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સ્થિરતા જોવા મળી હતી. બિટકોઇન 22,400 ડોલરની ઉપર રહી શક્યો હતો, જ્યારે ઈથેરિયમમાં ઘટાડો નોંધાયો હતો. અત્યાર સુધી બિટકોઇન અને ઈથેરિયમમાં એકસમાન વધ-ઘટ થતી હતી, જ્યારે એ ક્રમ બદલાઈ ગયો હોવાનું હવે જોઈ શકાય છે.

અમેરિકન સ્ટોક્સ ફ્યુચર્સમાં વધારો થયો છે, કારણ કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં મોટો વધારો નહીં કરે એવી સંભાવના વધતી જાય છે. અમેરિકાનો ફુગાવાનો આંક પણ નીચો રહેવાની ધારણા છે. ફેડરલ રિઝર્વ એના આધારે જ વ્યાજદરના વધારા સંબંધે નિર્ણય લેશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.56 ટકા (183 પોઇન્ટ)ના વધારા સાથે 32,754 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,218 ખૂલીને 33,006ની ઉપલી અને 32,077 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
32,571 પોઇન્ટ 33,006 પોઇન્ટ 32,077 પોઇન્ટ 32,754 પોઇન્ટ

ડેટાનો સમયઃ 13-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)