મુંબઈ: આજે બૉલિવૂડ ફિલ્મ ‘સુપરબોય્સ ઓફ માલેગાંવ’નું ટ્રેલર રિલીઝ થયું છે. મુંબઈમાં એક ટ્રેલર લૉન્ચ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં ફિલ્મની સ્ટાકાસ્ટની હાજરીમાં આજે ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. ફિલ્મ એક અલગ પ્રકારના લોકોની વાર્તા છે.
માલેગાંવના છોકરાનું સ્વપ્ન
રીમા કાગતી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં આદર્શ ગૌરવ, શશાંક અરોરા, વિનીત કુમાર સિંહ, અનુજ સિંહ દુહાન, સાકિબ અયુબ, પલ્લવ સિંહ અને મંજરી છે. ટ્રેલરની શરૂઆતમાં એક વિમાન દેખાય છે. માલેગાંવના બે મિત્રો સ્કૂટર પર જતા સમયે ખૂબ જ ઉત્સુકતાથી વિમાન તરફ જુએ છે. હવાઈ મુસાફરીનું સ્વપ્ન જુએ છે. ચર્ચા કરતાં કરતાં તેઓ એક ફિલ્મ બનાવવાની યોજના બનાવે છે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
ફિલ્મ બનાવવાનું સ્વપ્ન જોવા અને તેને વાસ્તવિકતામાં ફેરવવા વચ્ચેનો સૌથી મોટો પડકાર પૈસાનો અભાવ છે. પણ જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો હોય જ છે. અંતે તેઓ ફિલ્મ બનાવે છે ‘માલેગાંવ કી શોલે’. આ સ્વપ્ન મર્યાદિત સંસાધનોમાં પૂર્ણ થાય છે. ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો, તે 28 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મના કલાકારોના અભિનયની ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે દર્શકોને કેવો પ્રતિસાદ મળે છે.
Because cinema belongs to dreamers. #SuperboysOfMalegaon trailer out now!#SuperboysOfMalegaon, releasing in theatres near you on Feb 28#AdarshGourav @vineetkumar_s @ShashankSArora #MuskkaanJaferi @kagtireema #ZoyaAkhtar @ritesh_sid @varungrover @J10kassim @vishalrr… pic.twitter.com/0QQAfeJCru
— Farhan Akhtar (@FarOutAkhtar) February 12, 2025
માલેગાંવના સામાન્ય લોકોની વાર્તા પર આધારિત ફિલ્મ
‘સુપરબોય્સ ઓફ માલેગાંવ’ ફિલ્મની વાર્તા માલેગાંવના સામાન્ય લોકો વિશે છે, જેમને હિન્દી ફિલ્મ જોયા પછી ફિલ્મ બનાવવાનો વિચાર આવે છે. આ ફિલ્મ એક કલાપ્રેમી ફિલ્મ નિર્માતા, નાસિર શેખ (આદર્શ ગૌરવ) અને તેના મિત્રોના જીવનને અનુસરે છે. આ ફિલ્મનું નિર્માણ રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર અને રીમા કાગતીએ કર્યું છે. ફરહાન અખ્તરે પણ તેના X એકાઉન્ટ (અગાઉ ટ્વિટર) પરથી ટ્રેલર શેર કર્યું છે. સાથે લખ્યું છે કે,’કારણ કે સિનેમા સપનાઓ સાથે સંબંધિત છે.’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર પર યુઝર્સ સકારાત્મક ટિપ્પણીઓ આપી રહ્યા છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)