ભાજપના સંકલ્પ પત્ર-2માં KGથી PG સુધી મફત શિક્ષણ સહિત અનેક વચનો

નવી દિલ્હીઃ ભાજપે દિલ્હી માટે સંકલ્પ પત્ર ભાગ-બે જારી કર્યો છે. એની જાહેરાત અનુરાગ ઠાકુર દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે એલાન કરતાં કહ્યું હતું કે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને KGથી PG સુધી મફત શિક્ષણ આપીશું. આ ઉપરાંત તેમને માટે UPSC અને રાજ્ય PSC માટે વિવિધ પ્રકારે મદદ કરવામાં આવશે. ગુજરાત, UP અને MPમાં આ મદદ કરવામાં આવી છે.

ભાજપે સંકલ્પ પત્ર ભાગ-2માં નીચે પ્રમાણે મોટાં એલાન કરવામાં આવ્યાં છે.

  • યુવાઓને રાજ્યની વિવિધ પરીક્ષાની તૈટયારી માટે રૂ. 15,000ની સહાય
  • ભાજપ પરીક્ષાની અરજી શૂલ્કના બે પ્રયાસો સુધી સહાય
  • દિલ્હીમાં ટેક્નિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમ માટે સ્ટાઇપેન્ડ યોજના લાવવામાં આવશે.
  • બી. આર. આંબેડકરના નામથી શિષ્યવૃત્તિ યોજના
  • ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે ઓટો—ટેક્સી વેલફેર બોર્ડ બનાવવામાં આવશે. એની રચના પછી રૂ. 10 લાખના જીવન વીમા અને રૂ. પાંચ લાખનો દુર્ઘટના વીમો આપવામાં આવશે.
  • ટેક્સી-ઓટો ડ્રાઇવરોના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ આપવામાં આવશે.
  • ઓટો-0ટેક્સી ડ્રાઇવરોને વાહન વીમામાં પણ છૂટ આપવામાં આવશે
  • PM સ્વનિધિ યોજનાનો ચાર લાખ સ્ટ્રીટ વેન્ડરોને મળશે લાભ
  • સરકાર રચાશે તો રિસ્કિલિંગ અને અપસ્કિલિંગને પ્રોત્સાહન આપવાનું કામ

આ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં હાલમાં ચાલી રહેલી લોકોના કલ્યાણ માટેની તમામ યોજનાઓ જો ભાજપની સરકાર બનશે તો ચાલુ રહેશે. એ ઉપરાંત આ યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં આવશે. નડ્ડાએ જણાવ્યું હતું કે સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે 1.08 લાખ  લોકો પાસેથી સૂચનો લેવામાં આવ્યાં હતાં.