જ્યારથી એલોન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) નો હવાલો સંભાળ્યો છે, ત્યારથી તેણે તેમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે મસ્કે X યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. અમેરિકાની અગ્રણી EV કંપની ટેસ્લાના વડા મસ્કએ ગુરુવારે જણાવ્યું હતું કે ઑડિયો અને વીડિયો કૉલ્સની સુવિધા મળશે. ખાસ વાત એ છે કે વીડિયો કે ઓડિયો કોલ માટે પણ મોબાઈલ નંબરની જરૂર નહીં પડે. મસ્કે X પરની તેમની એક પોસ્ટમાં કહ્યું કે ઓડિયો અને વીડિયો કૉલ્સ માટે કોઈ ફોન નંબરની જરૂર પડશે નહીં. એક્સ ચીફે કહ્યું કે ઓડિયો અને વીડિયો કોલની સુવિધા iOS, Android, Mac અને PC પર કામ કરશે.
Video & audio calls coming to X:
– Works on iOS, Android, Mac & PC
– No phone number needed
– X is the effective global address bookThat set of factors is unique.
— Elon Musk (@elonmusk) August 31, 2023
વૉઇસ અને વીડિયો કૉલિંગ સુવિધા શરૂ થવાની અપેક્ષા છે
એલોન મસ્ક તેની લોકપ્રિય એપ Xને સુપર એપમાં કન્વર્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ દિશામાં તેમણે આ મોટી જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, X પર વૉઇસ અને વીડિયો કૉલિંગની સુવિધા સપ્ટેમ્બરની શરૂઆતથી શરૂ થવાની આશા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુઝર્સને ડાયરેક્ટ મેસેજ સેક્શનમાંથી ઓડિયો કે વીડિયો કોલ કરવાનો વિકલ્પ મળશે. જો કે, આ સુવિધા કોના માટે ઉપલબ્ધ હશે અને કોના માટે નહીં તે જાહેર કરવામાં આવ્યું નથી.