નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચતાં સિલ્વર મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં મીરાબાઈ ચાનુ પ્રથમ વખત મેડલ જીતવામાં સફળ રહી છે. ભારતીય સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં સ્નેચ રાઉન્ડમાં 87 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિલો વજન ઉઠાવ્યું હતું, જેને કારણે તેમનું કુલ વજન 198 કિલો થયું હતું. ઉત્તર કોરિયાની રી સોંગ-ગમે 215 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. રી સોંગ-ગમનો એશિયન ગેમ્સમાં આ સતત ત્રીજો ગોલ્ડ મેડલ છે.
28 વર્ષ બાદ રચાયો ઈતિહાસ
1951માં આ રમત એશિયન ગેમ્સમાં સામેલ થયા બાદથી ભારતે વેઇટલિફ્ટિંગમાં અત્યાર સુધી કુલ 15 મેડલ જીત્યા છે, જેમાં છ સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જોકે ભારતે એક પણ ગોલ્ડ મેડલ જીત્યો નથી. 1998માં બેંગકોક એશિયન ગેમ્સમાં કર્ણમ મલ્લેશ્વરીએ સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યાર બાદ 28 વર્ષ બાદ વેઇટલિફ્ટિંગમાં ભારતને ફરી સિલ્વર મેડલ મળ્યો છે.
વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ
મીરાબાઈ ચાનુની એશિયન ગેમ્સની સફર 2014ના ઇંચિયોન ગેમ્સથી શરૂ થઈ હતી. મહિલાઓની 48 કિલો વજન વર્ગમાં ભાગ લેતાં તેઓ નવમા સ્થાને રહ્યાં હતાં. ઈજાને કારણે તેઓ 2018ના જાકાર્તા ગેમ્સમાં ભાગ લઈ શક્યાં નહોતાં. જોકે 2022ના હાંગઝોઉ ગેમ્સમાં તેમણે વાપસી કરી હતી. ત્યાં મહિલાઓની 49 કિલો વજન વર્ગમાં રમતાં ચાનુએ કુલ 191 કિલો વજન ઉઠાવીને ચોથું સ્થાન મેળવ્યું હતું.
HISTORY MADE BY MIRABAI CHANU!
Heartiest congratulations to @mirabai_chanu on securing the Silver Medal in the Women’s 49kg Weightlifting event at the #AsianGames2026.
After 28 years, India returns to the Asian Games weightlifting podium, with Chanu claiming her first Asian… pic.twitter.com/CJmrMuHCiR
— DD News (@DDNewslive) September 23, 2026
ભારતના અત્યાર સુધીના મેડલ
- મહિલા ક્રિકેટ ટીમ — ગોલ્ડ
- હિમાંશુ ઢિલ્લોન — 10 મીટર એર રાઇફલ — સિલ્વર
- રુદ્રાંક્ષ પાટીલ, પાર્થ માણે, હિમાંશુ ઢિલ્લોન — 10 મીટર એર રાઇફલ ટીમ — સિલ્વર
- એલાવેનિલ વાલારિવાન — 10 મીટર એર રાઇફલ — સિલ્વર
- એલાવેનિલ, વિદરસા, સોનમ — 10 મીટર એર રાઇફલ ટીમ — સિલ્વર
- ભવતેજ, અનંત, મેરાજ — સ્કીટ શૂટિંગ ટીમ — બ્રોન્ઝ
- પરિનાઝ, માહેશ્વરી, રૈઝા — સ્કીટ શૂટિંગ ટીમ — બ્રોન્ઝ
- જય મીના — સોફ્ટ ટેનિસ — બ્રોન્ઝ, પ્રથમ વખત
- સુચિકા તરિયાલ — એમએમએ — બ્રોન્ઝ
- રુદ્રાંક્ષ પાટીલ — 10 મીટર એર રાઇફલ — બ્રોન્ઝ
- મીરાબાઈ ચાનુ — સિલ્વર મેડલ, 2026 એશિયન ગેમ્સ




