અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરી બ્લાસ્ટ, 19ના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક સુરંગમાં ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં 19 લોકોનાં મોત થયાં છે તેમજ 32 લોકો ગંભિર રીતે ઘાયલ થયા છે. ત્યાંના એક સ્થાનિક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ સલંગ ટનલ કાબુલથી લગભગ 80 માઈલ ઉત્તરમાં આવેલ છે, તેનું નિર્માણ 1960માં થયું હતું. તેમજ તે સોવિયેત આક્રમણને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું હતું.

સુરંંગમાં બ્લાસ્ટ થતા 19 લોકોના મોત

પરવાન પ્રાંતના પ્રવક્તા હિમતુલ્લાહ શમીમે જણાવ્યું કે સુરંગમાં વિસ્ફોટ થયો હતો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે જીવિત લોકો હજુ પણ કાટમાળની નીચે ફસાયેલા છે અને મૃત્યુઆંક વધી પણ શકે છે. આરોગ્ય વિભાગને અત્યાર સુધીમાં 14 લોકોના મોત અને 24 ઘાયલોની માહિતી મળી છે.

મૃત્યુ આંક હજુ પણ વધી શકે છે

મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે બાળકો છે, બાકીના પુરુષો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની ઓળખ થઈ રહી નથી. જાહેર બાંધકામ મંત્રાલયના પ્રવક્તા મોલવી હમીદુલ્લા મિસ્બાહે જણાવ્યું હતું કે, “આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને ટીમો હજુ પણ ટનલમાંથી કાટમાળ નીચે દબાયેલ લોકોને બચાવવાની કામગીરી કરી રહ્યા છે.