સાળંગપુરમાંથી ભીંતચિત્રો હટાવ્યા બાદ રોષ યથાવત

ગઇકાલે રાત્રીના સાળંગપુર કષ્ટભંજન મંદિર પ્રાંગણમાં ગતિવિધિઓ શરૂ થઇ હતી. જેમાં મંદિર તંત્ર દ્વારા સ્પીકર મારફતે જાહેરાત કરવામાં આવી હતી. તેમજ શ્રદ્ધાળુઓને મંદિર પરિસર ખાલી કરવાની સૂચના અપાઈ હતી. તેમજ પ્રતિમા ફરતે ઊંચા પડદા બાંધી કામગીરી કરવામાં આવી છે. ભીંતચિત્રો હટાવાયા બાદ પડદા હટાવવામાં આવ્યા છે. ત્યારે વિવાદિત ભીંતચિત્રોને હટાવ્યા બાદ પણ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત જ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત

ગુજરાત સરકાર સક્રિય થતાં સાળંગપુરમાંથી હનુમાનજીનાં અપમાનકારક ભીંતચિત્રો હટાવાયા છે. તેમ છતા સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ રોષ યથાવત જ છે. સાળંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રો હટાવાયા છે પરંતુ સાધુ-સંતો દ્વારા રજૂકરવામા આવેલા અનેક મુદ્દાઓ પર સમાધાન થવાનું બાકી છે જેથી હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. સંતોની ફરિયાદ છે કે તમામ મુદ્દાઓ પર વાત કરવામા આવી નથી.

સાધુ સંતોના 12 મુદ્દાઓ પર બેઠકમાં થશે ચર્ચા

બીજા પ્રશ્નોના મુદ્દે આજે લીમડીમાં સનાતમ ધર્મના સાધુ-સંતોની બેઠક મળશે. હનુમાનજીનું તિલકલ અને સાહિત્યમાં રહેલા વિવાદાસ્પદ લખાણ સહિતના તમામ મુદ્દે સાધુ-સંતો કાયમી ઉકેલ લાવવા ઈચ્છે છે. જેથી ભવિષ્યમાં આવો કોઈ વિવાદ જ ન રહે એટલે આજે મળનારી બેઠકમાં આ બધા મુદ્દે ચર્ચા થશે.તેમજ
સાધુ સંતોના 12 મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા થશે.