આજે અમદાવાદમાં 147મી રથયાત્રાને લઇ શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે સમગ્ર રથયાત્રાનો રૂટમેપ જાહેર કર્યો છે. રથયાત્રા ક્યાંથી શરૂ થઇ કયા કયા વિસ્તારમાં થઇને પરત ફરશે તેનો વીડિયો પોલીસે જાહેર કર્યો છે.
ભગવાન શ્રી જગગ્નાથજીની ૧૪૭મી રથયાત્રા રૂટનો ડિજિટલ મેપ. @GujaratPolice pic.twitter.com/RyYKDDOafV
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) July 4, 2024
અમદાવાદ ટ્રાફિક પોલીસે રથયાત્રાના રૂટ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુક્યો છે. આજે રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક પર સંપુર્ણ પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહી, રૂટ પર આવતા અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેવામાં વૈકલ્પિક રૂટ પર શહેરીજનો આવનજાવન કરી શકે તે માટે ટ્રાફિક પોલીસે રથયાત્રા રૂટની માહિતી જાહેર કરી.
ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા સંદર્ભે પ્રજાજોગ સંદેશ.. pic.twitter.com/ttSpvhMUzg
— Gujarat Police (@GujaratPolice) July 6, 2024
આ સાથે રેલવે સ્ટેશન અને ST બસ સ્ટેશન જવા માગતા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. રેલવે મુસાફરો માટે દરિયાપુર અને સારંગપુરથી ખાસ મફત બસ સેવા આપવામાં આવશે. રેલવેની ટિકિટ બતાવવા પર પોલીસવાનમાં પણ મુસાફરોને રેલવે સ્ટેશન પહોંચાડાશે.