છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને કેનેડાના સંબંધોમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરના મોતને લઈને બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારતીય ગુપ્તચર એજન્સી પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે તે નિજ્જતની હત્યામાં સામેલ છે. જે બાદ તણાવ એટલો વધી ગયો કે બંને દેશોએ એકબીજા સામે કડક પ્રતિબંધાત્મક પગલાં લીધા. તણાવ વચ્ચે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે જસ્ટિન ટ્રુડોએ લોકોને નવરાત્રીની શુભકામના પાઠવી હતી.
Happy Navratri! I’m sending my warmest wishes to members of the Hindu community and all those who are celebrating this festival. https://t.co/ISCjvJqnKJ
— Justin Trudeau (@JustinTrudeau) October 15, 2023
સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી છે
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, “નવરાત્રિની શુભકામનાઓ! હું હિન્દુ સમુદાયના સભ્યો અને આ તહેવારની ઉજવણી કરનારા તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
શા માટે છે બંને દેશો વચ્ચે તણાવ?
ટ્રુડોએ ગયા મહિને જાહેરમાં કહ્યું કે ભારતીય એજન્ટો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ છે, જેને 18 જૂને વાનકુવર ઉપનગરમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તે પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતે આ આરોપને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યો હતો અને બંને દેશોએ એક-એક રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. ભારતે કેનેડિયનો માટે નવા વિઝા પણ સસ્પેન્ડ કર્યા છે. ટ્રુડોએ પાછળથી કહ્યું કે તેઓ આ વિવાદને વધારવા માંગતા નથી. “અમે આને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ, પરંતુ અમે ભારત સરકાર સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાયેલા રહીશું,” તેમણે કહ્યું. તાજેતરમાં જોર્ડનના રાજા અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સાથે ભારતના સંબંધો અંગે ચર્ચા કર્યા બાદ કેનેડાના વડા પ્રધાનને ઘણા વૈશ્વિક નેતાઓ સાથે ભારતનો મુદ્દો ઉઠાવવા બદલ વ્યાપક ટ્રોલ કરવામાં આવ્યા હતા.