નાગપુરનો શાકભાજીનો આ ખેડૂત કેવી રીતે બન્યો લખપતિ?

મહારાષ્ટ્ર: નાગપુર જિલ્લાના ખંડાલા ગામના ખેડૂત ઉમેશ ચંદ્રવંશીએ માત્ર શાકભાજીની ખેતી કરી લાખોની આવક મેળવી છે. તેણે શાકભાજી ઉગાડવાની પદ્ધતિઓ સુધારવામાં મદદ મળી છે અને માત્ર 1.25 એકરની જમીનમાંથી રૂ. 1.26 લાખનો ચોખ્ખો નફો મળ્યો છે. ઉમેશ અગાઉ પરંપરાગત ખેતી કરીને મર્યાદિત આવક મેળવી રહ્યો હતો. પરંતુ બાદમાં ટપક સિંચાઇ જેવી આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવી અને તેના શાકભાજીના પાકોને સુરક્ષિત કર્યા.આ માટે ઉમેશને અંબુજા સિમેન્ટ દ્વારા સંચાલિત સી.એસ.આર. સેન્ટરનો ખુબ જ સહયોગ મળ્યો છે. અદાણી જૂથની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા તથા ટકાઉ કૃષિ પદ્ધતિઓને વેગ આપવાનું કામ કરે છે. સી.એસ.આર. પ્રયાસો દ્વારા ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ સેન્ટર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. સુધરેલા બિયારણોની પહોંચ તથા ટકાઉ કૃષિ તકનિકો પર ધ્યાન આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ દ્વારા નાગપુરના ગ્રામીણ વિસ્તારોમાં શાકભાજીની ખેતીમાં નોંધપાત્ર સુધારા લાવવામાં આવ્યા છે.ઉમેશે યલો સ્ટીકી ટ્રેપ્સ અને બાયો પેસ્ટિસાઇડ્સ જેવા ઇકો-ફ્રેન્ડલી સોલ્યુશન્સ અપનાવીને પેસ્ટિસાઇડ્સનો ખર્ચ ઘટાડ્યો હતો. જેનાથી નાણાંકીય લાભની સાથે પર્યાવરણની સુખાકારી પણ સુનિશ્ચિત થાય છે. ઉમેશની સફર ગ્રામીણ સમુદાયોના જીવનમાં પરિવર્તન લાવવાના અંદાણી સમૂહના પ્રયત્નોનો પુરાવો છે. યોગ્ય માર્ગદર્શન, સમર્થન, જ્ઞાન તથા ટેક્નોલોજી ખેડૂતોને આપવામાં આવે તો કૃષિ ક્ષેત્ર સમૃદ્ધિ તરફ વળી શકે છે.