અમદાવાદ: રક્ષાબંધન આવે એટલે સિઝનેબલ બજારમાં રંગબેરંગી વિવિધ રાખડીઓ જોવા મળે. પરંપરાગત રેશમની દોરી સાથે દર વર્ષે રાખડીઓમાં અવનવી ડિઝાઈન નવીનતા વેપારીઓ બજારમાં મૂકે છે.
ભાઈ-બહેનના પવિત્ર બંધનની દોરીમાં રેશમથી માંડી હીરા, મોતી, સોના, ચાંદી, રુદ્રાક્ષ સહિત અનેક ચીજવસ્તુઓ પરોવવામાં આવે છે.
આ સાથે બાળકોને મનોરંજન આપતા પાત્રોવાળી રાખડીઓમાં પણ વિવિધતા આવતી જાય છે. છોટાભીમ, મોટું-પતલું, હનુમાન, ટોમ એન્ડ જેરી, છોટા ભીમ, રાધા કૃષ્ણ જેવા અનેક પાત્રો સાથેની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે.
અત્યારના સમયમાં વધુ ટ્રેન્ડમાં આવેલા ભગવાન રામ નામની રાખડીઓ સાથે ઓમ, સાથિયા, ગણેશજી સહિતના ભગવાનની વિવિધતા સાથેની રાખડીઓ બજારમાં આવી ગઈ છે.
શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રખાડીઓના નાના-મોટા સ્ટોલ, મંડપ, મેળા લાગ્યા છે. આ સાથે મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થાઓના પણ રાખડી મેળા લાગ્યા છે.
શહેરના વસ્ત્રાપુર હાટમાં હાથશાળ સપ્તાહ અંતર્ગત હાથશાળ અને રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રેશમ, ઉન, રુદ્રાક્ષ, મોતી સહિત અનેક ડિઝાઈનર રાખડીઓ મૂકવામાં આવી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)


