મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ. (ABSLAMC)એ 31 ડિસેમ્બર, 2024એ પૂરા થતા નવ મહિનાનાં ત્રિમાસિક અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યાં હતાં. કંપનીની કામગીરી થકી વાર્ષિક ધોરણે આવક 30 ટકા વધીને રૂ. 4.5 કરોડ નોંધાવી છે.
ચાલુ નાણાકીય વર્ષ (FY25)ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ઓપરેટિંગ નફો વાર્ષિક ધોરણે 42 ટકા વધીને રૂ. 2.6 કરોડ થયો છે. કંપનો કરવેરા પહેલાંનો નફો 14 ટકા વધીને રૂ. ત્રણ કરોડ થયો છે. જોકે કંપનીની નવ મહિનાની કામગીરી થકી આવક વાર્ષિક ધોરણે 27 ટકા વધીને 12.6 કરોડ થઈ છે. કંપનીએ નવ મહિના દરમ્યાન ઓપરેટિંગ નફો 35 ટકા વધીને રૂ. 7.1 કરોડ નોંધાવ્યો છે, જ્યારે કંપનીનો નવ મહિના દરમ્યાન કરવેરા પહેલાંનો નફો 27 ટકા વધીને રૂ. 7.4 કરોડ થયો હતો.
- કંપનીની QAAUM ઓવરઓલ વૈકલ્પિક અસ્કયામતો વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 4009 કરોડ થઈ હતી,જ્યારે કંપનીના મ્યુચ્યુઅલ ફંડની QAAUM વાર્ષિક ધોરણે રૂ. 3839 કરોડ થઈ હતી.
- કંપનીના ઇક્વિટી મ્યુચ્યુલઅલની QAAUM વાર્ષિક ધોરણે ત્રિમાસિક ગાળામાં 32 ટકા વધીને રૂ. 1795 કરોડ થઈ હતી, જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મિક્સની QAAUM 44 ટકાથી વધીને 47 ટકા વધીને થઈ હતી
- ડિસેમ્બર, 2024ના અંતે ઇન્ડિવિડ્યુઅલ મન્થલી AAUM 19 ટકા વધીને રૂ. 1973 થઈ હતી, જ્યારે ટોટલ મ્યુચ્યુઅલ ફંડની ઇન્ડિયવિડ્યુઅલ મિક્સની AUM 52 ટકા છે.
- ડિસેમ્બર, 2024ને અંતે B-30 મન્થલી AAUM વાર્ષિક ધોરણે 24 ટકા વધીને રૂ. 690 કરોડે થઈ હતી, જ્યારે B-30 મિક્સના મ્યુચ્યુઅલ ફંડની AUM 18 ટકાએ છે.
- ડિસેમ્બર, 2024ને અંતે કંપનીની પેસિવ AUM રૂ. 316 કરોડના સ્તરે છે.
- 31 ડિસેમ્બર,સુધી કંપનીએ 1.5 કરોડ ફોલિયોને સર્વિસ આપી છે.
- કંપની પાસે મન્થલી સિસ્ટેમિક રોકડપ્રવાહ (STP સહિત)માં વાર્ષિક ધોરણે 38 ટકાનો વધારો થયો હતો, જે રૂ. 13.82 કરોડે પહોંચ્યો છે. કંપની પાસે ડિસેમ્બર, 2024ના અંત સુધીમાં 4.35 કરોડ એકાઉન્ટ્સ હતા.
- ડિસેમ્બર, 2024એ પૂરા થતા ત્રિમાસિક ગાળાને અંતે આશરે 6,70,000 નવા SIP (STP સહિત) નોંધાયા હતા, જેમાં વાર્ષિક ધોરણે 185 ટકાનો વધારો થયો હતો.