નવી દિલ્હીઃ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારનાં 11 વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે અઘોષિત ઇમરજન્સીનાં 11 વર્ષ થઈ ગયાં છે અને “અચ્છે દિવસ”નું વચન હકીકતમાં “દુઃસ્વપ્ન” સાબિત થયું છે.
કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો કે છેલ્લાં 11 વર્ષમાં 140 કરોડ લોકોના દરેક વર્ગને “પरेશાન” રહ્યા છે.
ખડગેએ X (ટ્વિટર) પર હિન્દીમાં લખેલા પોસ્ટમાં જણાવ્યું હતું કે 26 મે, 2014 – 11 વર્ષમાં મોટાં-મોટાં ‘વચનો’ને ‘ખોખલા દાવાઓ’માં ફેરવીને મોદી સરકારે દેશને એવો બરબાદ કર્યો છે કે ‘અચ્છે દિન’નું વચન હવે ‘દુઃસ્વપ્ન’ બની ગયું છે.
ખડગેએ કહ્યું હતું કે યુવાનો – દર વર્ષે બે કરોડ નોકરીઓનું વચન, હકીકતમાં કરોડો નોકરીઓ ગાયબ થઈ ગઈ છે. ખેડૂત – આવક બે ગણી થવાનું તો રહ્યું દૂર, તેને બદલે રબરની ગોળીઓ ખાવી પડી. મહિલાઓ – આરક્ષણ પર શરતો લાદી દીધી, સુરક્ષા ચકનાચૂર થઈ ગઈ. કમજોર વર્ગો – એસસી, એસટી, ઓબીસી, અલ્પસંખ્યકો પર ભયંકર અત્યાચાર, હિસ્સેદારી સમાપ્ત થઈ ગઈ.
આર્થિક વ્યવસ્થાની વાત કરતાં ખડગેએ દાવો કર્યો કે મોંઘવારી પોતાની ચરમસીમાએ છે અને બેરોજગારીમાં ભયાનક વધારો થયો છે. તેમણે વધુમાં દાવો કર્યો કે ઉપભોગ ‘અગાઉથી જ ઠપ’ થઈ ગયો છે, ‘મેક ઇન ઇન્ડિયા’ નિષ્ફળ સાબિત થયું છે અને અસમાનતા પણ ચરમસીમાએ છે.
26 मई 2014
11 सालों में बड़े-बड़े “वादों” को खोखले “दावों” में बदलकर मोदी सरकार ने देश की ऐसी दुर्दशा की, कि “अच्छे दिन” की बात अब एक “डरावने सपने” की तरह साबित हुए।
युवा — सालाना दो करोड़ नौकरियों का वादा, असलियत में करोड़ों की ग़ायब
किसान — न आय हुई दोगुनी, ऊपर से खाने…
— Mallikarjun Kharge (@kharge) May 26, 2025
તેમની પોસ્ટમાં ખડગેએ વિદેશ નીતિ અંગે પણ આરોપ મૂકતાં કહ્યું હતું કે વચન હતું ‘વિશ્વગુરુ’ બનવાનું, પણ દરેક દેશ સાથે સંબંધો ખરાબ થયા. લોકતંત્ર – RSS દરેક સ્તંભ પર હુમલો કરે છે, ED/CBIનો દુરુપયોગ કરે છે, સંસ્થાઓની સ્વાયત્તતા નષ્ટ થઈ ગઈ છે.
કોંગ્રેસના મહામંત્રી અને મિડિયાના પ્રભારી જયરામ રમેશે X પર હિન્દીમાં પોસ્ટ કરીને કહ્યું હતું કે “આજે 26 મે, 2025 છે. આજે 11 વાગે અઘોષિત ઇમર્જન્સી છે. 2014માં આજના દિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમવાર વડા પ્રધાનપદની શપથ લીધા હતા.
વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે નવ જૂને ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા અને તેમની સરકારે લોકોને પોતાનાં મુખ્ય પગલાં અંગે માહિતગાર કરવા અને તેમના કાર્યક્રમો માટે ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો છે.
