અમદાવાદમાં PM મોદી અને UAE પ્રમુખનો ભવ્ય રોડ શો

વડાપ્રધાન મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો ભવ્ય રોડ શો યોજાયો હતો છે. વડાપ્રધાન મોદી UAEના પ્રમુખ સાથે એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યુું છે. મોદી ટ્રેડશોનું ઉદ્ઘાટન કરીને સીધા રાજભવન ગયા હતાં અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર પણ હતાં. જ્યાં તેમણે UAEના પ્રમુખનું સ્વાગત કર્યું હતું.રોડ શોના રૂટ પર અલગ અલગ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બીહુ રજૂ કરવામાં આવ્યું છે. બીજા સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી જોવા મળી છે. રોડ શો દરિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ બંને એક જ ગાડીમાં ચર્ચા કરતાં જોવા મળ્યા હતા.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગાડીઓ પીએમના કાફલામાં હતી. તે ઉપરાંત વિદેશી ડેલિગેટ્સ અને સરકારી અધિકારીઓ સાથે જોવા મળ્યા હતા. પીએમ મોદી અને UAEના પ્રમુખે 50થી વધુ ગાડીઓના કાફલા સાથે રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાન મોદી ગાડીમાં બેસી UAEના રાષ્ટ્રપતિ સાથે વાત કરતા દેખાયા હતા. ત્યારે UAEના રાષ્ટ્રપતિએ રોડ શો દરમિયાન હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. UAE ડેલિગેશને પણ મોબાઈલમાં રોડ શોનો વીડિયો ઉતાર્યો હતો.

 

અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી લઇને ઇન્દિરા બ્રિજ સુધી પીએમ મોદી અને UAEના પ્રમુખના રોડ શોને લઈને લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતાં. લોકો હાથમાં ઇન્ડિયા અને UAEના ઝંડા સાથે કતારમાં ઊભા થઈ ગયા હતાં. અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિ નૃત્ય પણ રોડ શોના રૂટ પર જોવા મળ્યા હતાં. બીજી તરફ રોડ શો માટે ગાંધીનગરમાં 5 સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે. નર્મદા કેનાલ, શંખ મંદિર, ગ્રીનલેન્ડ એપ્રોચ પાસે સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે. ઓપ્યુલન્સ એપ્રોચ અને PDEU એપ્રોચ પાસે પણ સ્વાગત પોઈન્ટ બનાવાયા છે.

ક્રૂડ ઓઈલ અને ભારતમાં આવતાં વિદેશી નાણાં અને નિકાસના સંદર્ભમાં ભારતનો UAE સાથે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંબંધ છે. આ સાથે UAE ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે નોંધપાત્ર જોડાણ બનાવે છે. વડાપ્રધાન મોદી છેલ્લે જુલાઈમાં UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા. ભારત અને UAE વચ્ચે વેપારની શરૂઆતની જાહેરાત કરી હતી. તેમણે UAEના પ્રમુખને એમ પણ કહ્યું કે દરેક ભારતીય તેને “સાચા મિત્ર” તરીકે જુએ છે. બંને દેશોની કરન્સીમાં વેપાર સમાધાન માટે જુલાઈમાં થયેલ કરાર ભારત અને UAE વચ્ચે મજબૂત આર્થિક સહયોગ અને પરસ્પર વિશ્વાસ દર્શાવે છે. UAE ભારત માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે એવું કહેવાય છે કે UAEમાં દરેક ત્રીજો વ્યક્તિ ભારતીય છે અને આ કારણથી UAE સાથે ભારતના સંબંધો રાખવા જરૂરી છે.