સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 8, 9 અને 10 માર્ચે ફૂડ ફેસ્ટિવલ યોજાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 8, 9 અને 10 માર્ચે 2024 ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઇવેન્ટ દરમિયાન વાર્તાલાપ કુકિંગ સ્કીલ અને વિચારોના અદાન પ્રદાન અને દક્ષિણ એશિયાના વિવિધ બુકિંગ વારસાની ઉજવણી માટેના એક અનોખા મંચ તરીકે સેટ ઉભો કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટમાં કેટલીક અગ્રણી હસ્તીઓ અને કેટલાક સ્ટાર કલાકારો આ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેશે. રાજા મહારાજાઓના જે રસોઈયા છે તેમના જેવી જ રસોઈ આ ફૂડ ફેસ્ટિવલમાં પીરસવામાં આવશે. આ ફેસ્ટિવલમાં જગન્નાથપુરી અને વૃંદાવનના રાધા રમણ મંદિરનું આત્મ પૂર્ણ જીવન પ્રદર્શન જોવા મળશે.

આ આયોજીત ફૂડ કોર્ટ બે થીમ રજૂ કરે છે જેમ કે, “લક્ઝરીનો સ્વાદ” અને “પ્રાદેશિક સ્વાદ”. અહીં એક અનોખો કોફી પેવેલિયન હશે જયાં મુલાકાતીને જીવંત કોફી પ્લાન્ટ, લણણી કરેલી લીલી કોફી બીન્સ, શેકવાની પ્રક્રિયા, અરેબિકા અને રોબસ્ટાની જાતો વચ્ચેનો તફાવત અને છેલ્લે તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ માણવાથી લઈને કોફીની મુસાફરીનો અનુભવ થશે.

ઉદઘાટન સમારોહમાં બે પ્રખ્યાત કલાકારો દ્વારા આનંદદાયક છાઉ નૃત્ય પ્રદર્શન અને ‘ફૂલ બસંત’ હશે. “ફન ફેસ્ટ દરરોજ સાંજે લાઇવ બેન્ડ્સ પણ પરફોર્મ કરતા જોવા મળશે. વધુમાં આ ફુડ ફેસ્ટમાં મુખ્ય ત્રણ આકર્ષણો હશે: (1)બાલાસિનોર, ગોંડલ, ઢેંકનાલ, લીંબડી, ગ્વાલિયર જેવા રાજવી પરિવારોના વંશજો દ્વારા પ્રસ્તુત ‘કિચન ઓફ ધ કિંગ્સ”ના સહયોગમાં શાહી પરિવારોની વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવશે, (2) એક વેલનેસ પેવેલિયન કે જે સેલિબ્રિટી શેફ ગૌતમ મેહર્ષિ દ્વારા તૈયાર કરવામાં આવેલ આધુનિક ભારતીય ભોજન પીરસશે, જે આયુર્વેદ દ્વારા નિર્ધારિત ત્રણ પ્રકારના શરીરના આધારે બનાવવામાં આવશે અને (3) એક આધ્યાત્મિક મંડપ કે જે ભારતમાંથી બે આદરણીય મંદિરોમાં BHOG તરીકે ઓફર કરવામાં આવતા ભોજન પીરસશે.

આ ઇવેન્ટ્સ હવે AMC અમદાવાદ દ્વારા વાર્ષિક શોનો ભાગ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે, જે એક વાર્ષિક ઇવેન્ટ બનવા જઈ રહી છે. આ ઇવેન્ટ સ્વાદ રસિકોના મન અને ટેસ્ટ ને આકર્ષિત કરશે, આતુર ફૂડ પ્રેમીઓથી લઈને ફૂડના જાણકાર, બ્લોગર્સ, હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ, હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગના વ્યાવસાયિકો આ ઈવેન્ટમાં હાજર રહેશે.