વડોદરા: કલા અને સંસ્કૃતિને લોકભોગ્ય બનાવવા માટેનો લોકપ્રિય મંચ એટલે ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ’ પ્રોજેક્ટ. જેની આગામી આવૃત્તિ વડોદરા શહેરમાં યોજાવાની છે. આ આર્ટ ફેસ્ટિવલમાં નૃત્ય, સંગીત અને નાટ્યની કેટલીક પ્રસ્તૃતિઓ વડોદારાના આંગણે રજૂ કરવામાં આવશે. ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા ‘અભિવ્યક્તિ– ધ સિટી આર્ટસ’ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરામાં ૧૭ થી ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન કુલ છ પ્રસ્તૃતિઓ રજૂ કરવામાં આવશે.