રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 303 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાનું જોર વધતું જાય છે. જો કે ગઈકાલ કરતા આજે ઓછા કેસ નોંધાયા છે. પરંતુ દરરોજ પરિસ્થિતિમાં બગાડ થતો જાય છે. કેસમાં દરરોજ નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 303 કેસ નોંધાયા છે જ્યારે કે વલસાડમાં એક મોત નિપજ્યું છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ નોંધાયા છે ?

આજે રાજ્યમાં 303 નવા કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદ જિલ્લામાં 120, રાજકોટ જિલ્લામાં 44, સુરત જિલ્લામાં 32, મોરબી 17, અમરેલી 6, મહેસાણા 12, વડોદરા જિલ્લામાં 30, સાબરકાંઠા 6, ગાંધીનગર જિલ્લામાં 3, વલસાડ 4, ભરૂચ 1, જામનગર જિલ્લામાં 6, ભાવનગર જિલ્લામાં 6 અને નવસારીમાં 2 જ્યારે કે બનાસકાંઠામાં 4, કચ્છમાં 5 અને પોરબંદરમાં 3 કોરોના કેસ નોંધાયા છે.

એક્ટિવ કેસ 1697, આજે 134 ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1697 એક્ટિવ કેસ છે. 5 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1692 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.00 ટકા થઈ ગયો છે.