બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે શ્રેણીની છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ પહેલા શ્રેણીની બીજી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ છેલ્લી મેચમાં શ્રેણીમાં બરોબરી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે જ ન્યુઝીલેન્ડ છેલ્લી મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરવા ઈચ્છશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે. આ સિવાય ચાહકો ડીડી ફ્રી ડિશ પર મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશે. મેચનું ડીડી સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
શિખર ધવન (સી), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટ કિપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ/શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ/કુલદીપ યાદવ
ત્રીજી વનડે માટે ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન
કેન વિલિયમસન (સી), માઈકલ બ્રેસવેલ, ડેરી મિશેલ, જીમી નીશમ, મિશેલ સેન્ટનર, ફિન એલન, ડ્વેન કોનવે, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, એડમ મિલ્ને, ટિમ સાઉથી
