બ્રસેલ્સ: નાટોએ નેધરલેન્ડના વડા પ્રધાન માર્ક રૂટેને તેના આગામી મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. માર્ક રૂટેને આ જવાબદારી એવા સમયે આપવામાં આવી છે જ્યારે યુક્રેનમાં યુદ્ધ ચાલુ છે અને યુરોપિયન સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ સમય છે.બ્રસેલ્સમાં 32-રાષ્ટ્રોના જોડાણના મુખ્યાલયમાં નાટો રાજદૂતોની બેઠક દરમિયાન રૂટેની નિમણૂકની પુષ્ટિ કરવામાં આવી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમના સમકક્ષ અન્ય નેતાઓ આગામી 9 થી 11 જુલાઈના રોજ વોશિંગ્ટનમાં યોજાનારી સમિટમાં તેમનું ઔપચારિક સ્વાગત કરશે.
કોણ છે માર્ક રૂટે?
તેઓ ઇતિહાસ વિષયમાં સ્નાતક છે. વર્ષ 2010થી નેધરલેન્ડના વડા પ્રધાન તરીકે કાર્યરત છે. પરંતુ સ્થળાંતરને કેવી રીતે કાબૂમાં રાખવું તે અંગે ચાર-પક્ષીય ગઠબંધનના પતન પછી ગયા જુલાઈમાં રાજીનામું આપ્યું હતું. ટૂંક સમયમાં જ તેઓ આ પદ પરથી દૂર થશે. રુટ્ટે નેધરલેન્ડના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન છે.
- NATO એક સૈન્ય સંગઠન છે
- પૂરું નામ ઉત્તરી અટલાન્ટિક સંધિ સંગઠન (North Atlantic Treaty Organization)
- 1949માં બેલ્જિયમન બ્રુસેલ્સમાં તેનું ગઠન થયું
- બ્રુસેલ્સમાં જ NATOનું મુખ્યાલ્ય છે
- અમેરિકા, બ્રિટેન, કેનેડા તેમજ ફ્રાન્સ સહિત 12 દેશોએ ગઠન કર્યું
- યુરોપ અને ઉત્તરી અમેરિકામાં નાટોના 32 સદસ્ય છે