રાજકોટ: લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે રણનીતિના ભાગરૂપે ક્ષત્રિય સમાજની મહિલાઓ – આગેવાનો 384થી વધુ ઉમેદવારી પત્રક ભરી ચૂંટણી બેલેટ પેપરથી થાય તેવું આયોજન કર્યુ હોવાનું અગાઉ જાહેર કરાયું હતું. પરંતુ ફોર્મ ઉપડ્યા બાદ ફોર્મ ભરવામાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે.સત્તાવાર રીતે તા. 12 એપ્રિલે જાહેરનામું બહાર પડ્યું ત્યારથી ફોર્મ ભરવાનું અને વિતરણ શરૂ થઈ ગયુ છે. પ્રથમ દિવસે જ ક્ષત્રિય સમાજની મહિલાઓ રાજકોટ કલેકટર કચેરીમાં ઉમટી પડી હતી. પહેલા દિવસે 95 વ્યકિતએ 297 ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા હતા.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)