સુરેન્દ્રનગર: આ લોકસભા બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે. છેલ્લી પાંચ ટર્મમાં બે વખત કોંગ્રેસ અને 3 વખત ભાજપના ઉમેદવારની અહીં જીત થઈ છે. જ્ઞાતિ સમીકરણની જો વાત કરવામાં આવે તો આ બેઠક પર તળપદા કોળી સમાજના સૌથી વધુ અંદાજે 3 લાખ 83 હજાર મતદારો છે. પછી ઠાકોર અને ક્ષત્રિય સમાજ આવે છે. ગુજરાતમાં 1989 પછીની 8 લોકસભા ચૂંટણીમાં પાંચવાર ભાજપે આ બેઠક જીત મેળવી છે. જ્યારે ત્રણવાર કોંગ્રેસને જીત મળી છે. ગુજરાતની ગણતરીની લોકસભા બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસનો રેકોર્ડ સારો હોય અને જીત માટે પ્રબળ દાવેદાર હોય, એમાંની એક બેઠક સુરેન્દ્રનગરની છે.
ઉમેદવાર
ભાજપ: ચંદુભાઈ શિહોરા
ચંદુભાઈ શિહોરા હળવદના છે અને ચુંવાળિયા કોળી સમાજમાંથી આવે છે. તેઓ મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. ખેતી અને ઉધોગ સાથે સંકળાયેલા છે.
કોંગ્રેસ: ઋત્વિક મકવાણા
ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજમાંથી આવે છે. 2017માં ચોટીલા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા છે અને 2022માં હારનો સામનો કર્યો હતો. તેમના દાદા કરમશી મકવાણા પોતે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમના અન્ય એક દાદા સવસીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. ઋત્વિક મકવાણા ઉત્તર બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
PROFILE
- સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા અને ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના ડૉ. મહેન્દ્ર મુંજપરા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 2,77,437 વોટની લીડથી જીત્યા હતા.
- મતદારોની સંખ્યા
- કુલ મતદારો 20,26,252
- પુરુષ મતદાર 10,53,807
- સ્ત્રી મતદાર 9,72,413
- વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
વિરમગામ | ભાજપ | હાર્દિક પટેલ | 99,155 | 51,707 |
ધંધુકા | ભાજપ | કાળાભાઈ ડાભી | 91,528 | 34,326 |
દસાડા | ભાજપ | પરશોત્તમ પરમાર | 76,344 | 2,179 |
લિંબડી | ભાજપ | કિરીટસિંહ રાણા | 81,765 | 23,146 |
વઢવાણ | ભાજપ | જગદીશ મકવાણા | 1,05,903 | 65,489 |
ચોટિલા | ભાજપ | સમાજી ચૌહાણ | 71,039 | 25,642 |
ધાંગધ્રા | ભાજપ | પ્રકાશ વરમોરા | 1,02,844 | 32,973 |
- સુરેન્દ્રનગર લોકસભાની પ્રથમ ચૂંટણી વર્ષ 1962માં થઇ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઘનશ્યામ ઓઝા વિજયી બન્યા હતા.
- 1977માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પ્રસિધ્ધ અર્થશાસ્ત્રી આર. કે. અમીન જનતા પક્ષમાંથી સાંસદ બન્યા હતા.
- સુરેન્દ્રનગરમાં કોળી મતદારો 40% મત સાથે નિર્ણાયક ગણાય છે
- કોળી સમાજના સોમાભાઇ પટેલ આ લોકસભા બેઠક પરથી સૌથી વધુ વખત સાંસદ બન્યા હતા.
- ખેતી પર નિર્ભર રહેતો જીલ્લો છે. આ ઉપરાંત ઉઘોગમાં મીઠાનું ઉત્પાદન પણ આ જિલ્લામાં મોટા પ્રમાણમાં થાય છે.