અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહૂતિ તરફ છે. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે તેમજ સોમવતી અમાસ પણ છે. સોમવતી અમાસના સ્નાન અને દાનની સાથે પિતૃપૂજનનો પણ અનેરું મહત્વ રહેલુંં છે.
શ્રાવણ મહિનામાં દરેક શિવમંદિર હર હર ભોલેના નાદથી ગૂંજી રહ્યા છે. પરંતુ સોમવતી અમાસના વિશેષ માહાત્મ્યને કારણે ભક્તો જળાભિષેક, દુગ્ધાભિષેક કરી, બીલીપત્ર ચઢાવીને ભોળેનાથને રીઝવવા માટે વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા-અર્ચના, દર્શનાર્થે લાઇનો લગાવી રહ્યા છે.