નવી દિલ્હીઃ ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો, ત્યારે ઇરાને મિસાઇલ અને ડ્રોન મારવામાં કેટલાનો ખર્ચ થયો હશે? ઇઝરાયેલને આ હુમલો ખાળવા માટે કેટલો ખર્ચ થયો હશે. બંને દેશોએ હુમલા અને બચાવમાં રૂ. એક લાખ કરોડથી વધુનો ખર્ચ કર્યા હતા.
ઇરાને ઇઝરાયેલ પર હુમલામાં જે મિસાઇલ ડ્રોન ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો, એની કિંમત આશરે રૂ. 520 કરોડ આંકવામાં આવી છે, જ્યારે ઇઝરાયેલને આ હથિયારોને ઇન્ટરસેપ્ટ કરીને તોડી પાડવામાં રૂ. 92,000 કરોડ થયા હતા. સંરક્ષણ બજેટની વાત કરે તો ઇરાન ઇઝરાયેલ કરતાં ઘણો પાછળ છે, પરંતુ સૈનિકોની સંખ્યાને મામલે ઇરાન ઇઝરાયેલ કરતાં ઘણું આગળ છે.
ઇરાનની પાસે 65,000 બખ્તરબંધ ગાડીઓ છે, જ્યારે ઇઝરાયેલની પાસે 43,000 છે. ઇરાનની પાસે 5.75 ટકા સૈનિક છે, જ્યારે ઇઝરાયેલની પાસે માત્ર 1.73 લાખ સૈનિક છે. જોકે ઇરાનની પાસે રિઝર્વ સૈનિક 3.50 લાખ છે, ઇઝરાયેલની પાસે 4.65 લાખ છે.