નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની સાથે જારી તણાવની વચ્ચે ભારત સેનાશક્તિમાં વધારો કરી રહ્યું છે. ઇન્ડિયન એર ફોર્સમાં સ્વદેશમાં ઉત્પાદિત 83 તેજસ લડાકુ વિમાનોની ખરીદી માટે સરકારની લીલી ઝંડી મળ્યા પછી ભારત રશિયાથી મિગ-29 અને સુખોઈ 30 એમકેઆઇ ખરીદશે. આવનારા દિવસોમાં રશિયાથી ભારત 21 મિગ-29 અને 12 સુખોઈ-30 એમકેઆઇ ફાઇટર પ્લેન ખરીદશે. એના માટે રશિયાને ટૂંક સમયમાં આરએફપી મોકલવામાં આવશે.21 મિગ-29 વિમાનો માટે આરએફપી (રિકવેસ્ટ ફોર પ્રપોઝલ) ટૂંક સમયમાં રશિયન કંપની રોકોબોર્નોએક્પોર્ટને જારી કરવામાં આવશે. એર ફોર્સમાં આ વિમાનોના સામેલ થવાથી આ પ્રકારના વિમાનોની સંખ્યા વધીને 59 થઈ જશે. જ્યારે સુખોઈના આવવાથી આ પ્રકારના લડાકુ વિમાનોની સંખ્યા 272 થઈ જશે. ભારત 272 સુખોઈમાંથી અત્યાર સુધી 268ને પોતાના કાફલામાં સામેલ કરી ચૂક્યું છે.
એર ફોર્સમાં વિમાનોની કમીને પૂરી કરવા માટે કેન્દ્ર સરકારે સંરણ ખરીદ પ્રક્રિયા પહેલાંથી સરળ બનાવી છે. આ જ ક્રમમાં 36 રફાલ લડાકુ વિમાનોનો સોદો થયો હતો. ભારતની પાસે લડાકુ વિમાનોની આશરે 33 સ્ક્વોર્ડન છે. પ્રત્યેક સ્ક્વોડ્રનમાં 16 વિમાન હોય છે અને બે ટ્રેનર વિમાન સામેલ હોય છે. હાલ ભારત પાસે 500થી વધુ ફાઇટર પ્લેન છે, જ્યારે પાકિસ્તાનની પાસે 450 અને 2000થી વધુ લડાકુ વિમાન છે.