નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસિમ અક્રમનું માનવું છે કે T20 વર્લ્ડ કપમાં આ વખતે ટીમ ઇન્ડિયા જરા પણ ગંભીરપણે ક્રિકેટ રમી નથી, જેથી ટીમનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો છે. સૌથી વધુ વનડે વિકેટ લેવાનો રેકોર્ડ બનાવનાર ઝડપી બોલરે જણાવ્યું હતું કે સિનિયર ભારતીય ખેલાડીઓએ મોટી ઇન્ટરનેશનલ વનડે મેચો માર્ચમાં ઇંગ્લેન્ડની સામે રમી હતી અને એ પછી બધા ભારતીય ક્રિકેટરોએ IPLમાં ભાગ લીધો હતો. તેઓ IPL રમ્યા હતા એ જ રીતે વર્લ્ડ કપ રમ્યા હતા. તેઓ વર્લ્ડ કપની મેચમાં સહેજ પણ ગંભીરતાથી નહોતા રમ્યા, એમ તેણે કહ્યું હતું.
તમને લીગ મેચમાં એક અથવા બે બોલરો સારા મળશે, પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તો બધા ઉત્તમ પાંચ બોલરોનો સામનો કરવો પડશે, અક્રમે ન્યુ ઝીલેન્ડની સામે ભારતની શરમજનક હાર પછી એક ચેનલને કહ્યું હતું.