ડિજિટલ પેમેન્ટની યાત્રા ભારતમાં એક આશ્ચર્યજનક પરિવર્તન છે, જે દેશના અર્થતંત્ર અને સામાજિક વ્યવહારના માળખાને નવી દિશા આપી રહી છે. પાંચ વર્ષ પહેલાં,
2016માં નોટબંધી પછી, ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન માટેના પ્રયાસોએ તેજી પકડી. સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા UPI, ગૂગલ પે, ફોન-પે, અને પેટીએમ જેવા પ્લેટફોર્મ્સ દ્વારા પેમેન્ટ્સ સરળ અને ઝડપી બન્યા. 2023 સુધીમાં, દેશના લગભગ દરેક ખૂણામાં QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાનું સામાન્ય થઈ ગયું છે. 2024 પૂર્ણતાના આરે છે ત્યારે વિશ્વમાં ભારત ડિજીટલ પેમેન્ટના સ્વરૂપે ખુબ આગળ વધી ગયું છે.
શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ વિકાસ
ડિજિટલ પેમેન્ટ્સનો આ વિકાસ માત્ર શહેરોમાં નહીં, પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ થયો છે. નાના વેપારીઓ, શાકભાજી વેચનાર અને રોજિંદા કારીગરોએ પણ આ પ્રણાલીને અપનાવી છે. 2024ના અંદાજ મુજબ, ભારતમાં દર મહિને આશરે 15.5 લાખ કરોડ રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે, જે 2019માં 2.3 લાખ કરોડના આંકડાથી ઘણા વધારે છે.
ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે એક શક્તિશાળી પગલું
આજના ડિજિટલ પેમેન્ટ્સને ઓટોમેશન અને સલામતી સાથે જોડવામાં આવ્યું છે, જે ભારતીય બજારને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવે છે. ટોલ પેમેન્ટ માટે ફાસ્ટેગનો ઉપયોગ અથવા બિલ ચૂકવવા માટે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ, બધું ઝડપી અને સરળ બની ગયું છે. આ પરિવર્તનથી માત્ર લેણદેણનું માધ્યમ નહીં, પરંતુ એની પદ્ધતિશાસ્ત્ર પણ બદલાઈ ગયું છે. ડિજિટલ પેમેન્ટ્સની આ પ્રગતિ ભારતમાં ઈકોનોમિક ડેવલપમેન્ટ માટે એક શક્તિશાળી પગલું સાબિત થઈ છે, જેનાથી દેશના લોકો માટે નવી તકો ઊભી થઈ છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન બાબતે ભારત ગ્લોબલ લીડર બની ગયું છે. અત્યારે રોજ કરોડોની લેવડ-દેવડ થઈ રહી છે.
નોટબંધી પછી કેશલેસ ઇકોનોમી વધી
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ડિજીટલ પેમેન્ટ્સના ક્ષેત્રમાં એક ક્રાંતિનો અનુભવ કર્યો છે. 2015-16માં પણ મોટાભાગના વેપારમાં ખોટ કે નફાના વ્યવહારોમાં કેશ મહત્વનું હતું. 2016માં નોટબંધી પછી, દેશમાં કેશલેસ ઇકોનોમી માટેનો માર્ગ મોખરે આવ્યો, અને ત્યારબાદ ભારતે ડિજીટલ પેમેન્ટ્સમાં અનન્ય ઝડપથી વિકાસ કર્યો છે.
UPI કારણભૂત
આ પરિવર્તનની શરૂઆત યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના પરિચયથી થઈ. નોટબંધી પછીના વર્ષોમાં તેલથી લઈને ચાની દુકાન સુધીમાં લોકો UPIનો ઉપયોગ કરતા બન્યા. 2024માં, ભારત UPI ટ્રાન્જેક્શન માટે વૈશ્વિક સ્તરે પ્રેરણાસ્ત્રોત છે.
ડિજીટલ પેમેન્ટ્સની અસર
ડિજીટલ પેમેન્ટ્સ દેશની આર્થિક વ્યવસ્થા માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આજે નાના વેપારીઓ માટે પણ લેણદેણ સરળ અને આરામદાયક બન્યું છે. એ ખાસ કરીને COVID-19 મહામારી દરમિયાન વધુ ઉપયોગી સાબિત થયું, જ્યાં કેશલેસ વ્યવહાર આરોગ્ય માટે સલામત હતા
પીડબલ્યુસી ઈન્ડિયાનો રિપોર્ટ કહે છે..
પીડબલ્યુસી ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2026-27 સુધી રોજ એક અરબ રુપિયાની લેવડ- દેવડ UPI પેમેન્ટથી થવાનો અંદાજ છે. એટલે કે આજના લેવલે વધીને 90 ટકા સુધીનો વધારો થઈ શકે છે. પીડબલ્યુસી ઈન્ડિયાએ એનો આ રિપોર્ટ ધ ઈન્ડિયન પેમેન્ટ હેન્ડબુક 2022-27 આ રિપોર્ટ વિશે જાહેર કર્યુ છે.
આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે માત્ર વિચારથી ભારતીય ડિજિટલ પેમેન્ટના બજારમાં 50 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2022-23 દરમ્યાન UPI દ્વારા 103 અરબની લેવડ- દેવડ થઈ હતી. જે નાણાકીય વર્ષ 2026-27 સુધી વધીને 411 અરબ પર પહોચી જશે. આ રીતે જોઈએ તો આનો મતલબ એવો થયો કે યુપીઆઈથી દરરોજ એક અરબથી વધારે લેવડ-દેવડ થશે.
હેતલ રાવ