નવી દિલ્હી: ભારતે બુધવારે કહ્યું કે તે બાંગ્લાદેશના હકાલપટ્ટી કરાયેલા વડાપ્રધાન શેખ હસીના દ્વારા વચગાળાની સરકારની ટીકાનું સમર્થન કરતું નથી. ‘ધ હિંદુ’ના અહેવાલ મુજબ, વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ કોંગ્રેસના નેતા શશિ થરૂરની અધ્યક્ષતાવાળી વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિને માહિતી આપતાં કહ્યું હતું કે આ મુદ્દો ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં એક નાનો અણગમો છે. ‘ધ હિંદુ’ના એક અહેવાલ મુજબ વિદેશ સચિવે કહ્યું કે બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો કોઈ એક રાજકીય પક્ષ અથવા સરકાર સુધી મર્યાદિત નથી અને ભારત બાંગ્લાદેશના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.વિદેશ સચિવે કહ્યું, શેખ હસીના બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર ટિપ્પણી કરવા માટે તેમના ખાનગી સંદેશાવ્યવહાર ઉપકરણનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત સરકાર તેમને આ કામ કરવામાં કોઈ મદદ કરતી નથી. જો કે એવું લાગે છે કે તેઓ ભારતની ધરતી પરથી રાજકીય ગતિવિધીઓ કરી રહ્યા છે. જો કે ભારતની પરંપરા છે કે આપણે અન્ય કોઈ દેશમાં હસ્તક્ષેપ કરતા નથી.