મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે બપોરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3-મેચોની શ્રેણીની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમનું સુકાનીપદ હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમને એકદમ નવો ઓપ આપવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં દર્શકો ખાસ્સી એવી મોટી સંખ્યામાં આવ્યા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અંદાજ મુજબ 20,000 જેટલા લોકો મેચ જોવા આવ્યા છે. સ્ટેડિયમની ક્ષમતા 33,000 દર્શકોને સમાવવાની છે.
વાનખેડે સ્ટેડિયમમાં ત્રણ વર્ષ પછી આ પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ યોજાઈ છે. 2020ના જાન્યુઆરી બાદ આ પહેલી વાર આટલી મોટી સંખ્યામાં લોકો મેચ જોવા આવ્યા છે. છેલ્લે, 2020ની 14 જાન્યુઆરીએ આ મેદાન પર આ જ બે દેશની ટીમ ટકરાઈ હતી. તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10-વિકેટથી પરાજય આપ્યો હતો.
ઓસ્ટ્રેલિયા 188 રનમાં ઓલઆઉટ