નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન તો નક્કી થઈ ગયો છે, પણ હવે વાઇસ-કેપ્ટન પસંદ કરવાનો છે. રોહિત શર્માને T20 પછી વનડેમાં પણ વિરાટ કોહલીને સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા 2024ના T20 વર્લ્ડ કપ ટીમ રહે એવી શક્યતા નહીંવત્ છે, કેમ કે એ સમયે એ 37 વર્ષનો થઈ ચૂક્યો હશે. આવામાં ભવિષ્યમાં એનું સ્થાન લઈ શકે એ રીતે એ ક્રિકેટરને વાઇરસ કેપ્ટન બનાવવામાં આવશે.
લોકેશ રાહુલ વાઇસ કેપ્ટનનો સૌથી મોટો દાવેદાર છે. તેને IPL દ્વારા કેપ્ટન્સીનો ઘણો અનુભવ થઈ ચૂક્યો છે. ન્યુ ઝીલેન્ડ સામેની સિરીઝમાં તેણે આ જવાબદારી સંભાળી હતી. આવામાં તેને સ્વાભાવિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે.
સિલેક્શન કમિટીના કેટલાક સભ્યો કેએલ રાહુલને સ્થાને ઋષભ પંતને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવાના પક્ષમાં છે. પસંદગી કમિટીના કેટલાક સભ્યો ઇચ્છે કે ઋષભ પંતને સીમિત ઓવરોમાં ટીમનો વાઇસ કેપ્ટન બનાવવાની તરફેણમાં છે. 24 વર્ષીય પંત IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. તેની કેપ્ટનશિપમાં ટીમ લીગ સ્ટેજ પર ટોપ પર રહી છે. વળી, ઋષભ પંત આક્રમક બેટસમેન છે.