સુરતમાં નવયુગલે અંગદાનનાં સંકલ્પ સાથે ગૃહસ્થી આરંભી

સુરત: લગ્નસરાની સીઝન શરૂ થઈ ગઈ છે. વર કન્યાની ગ્રાન્ડ એન્ટ્રી માટે ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અનેક પ્રકારના ગતકડાં કરવામાં આવે છે ત્યારે સુરતમાં વર કન્યા અને જાનૈયાની એક અલગ જ એન્ટ્રી જોવા મળી.બધા લોકોએ હાથમાં અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ રાખ્યા હતા. વરરાજાએ હાર્ટ આકારનું પ્લેકાર્ડ લઇ લોકોમાં અંગદાન જાગૃતિનો મેસેજ આપ્યો હતો.જયારે સામે કન્યાપક્ષ વાળાએ પણ આ અંગદાન જાગૃતિનો મેસેજને આવકારી અંગદાનના શપથ લીધા હતા.લગ્નમાં આવેલા બંને પક્ષોના મહેમાનઓએ પણ આ અંગદાન જાગૃતિના અભિયાન સાથે જોડાઈ શપથ લીધા હતા. વધુમાં વરરાજાની કંકોત્રીમાં પણ અંગદાન અભિયાનનો મેસેજ આપવામાં આવ્યો હતો.આ શેલડીયા પરિવારના પહેલા લગ્ન હશે જેમાં લગ્નની શરૂઆત થી અંત સુધી અંગદાન જાગૃતિ અભિયાન માટેના પ્રયાસો થયા હતા.અંગદાન જાગૃતિના આ અભિયાનમાં શેલડીયા પરિવાર સાથે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડીયા, બિપિન તળાવીયા, મિલન રાખોલિયા અને વિજય વણપરીયા ઉપસ્થિત રહ્યા હતા.

(અરવિંદ ગોંડલિયા – સુરત)