ગાંધીનગર: IIT ગાંધીનગરના અધિકૃત ભાષા સેલ અને રસાયણશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે “એન ઇવનિંગ ઑફ હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત ત્રણ દિવસીય કેમિકલ કેટાલિસિસ 3.0 કોન્ફરન્સના ભાગરૂપે જીબાબેન (કનિસા) મેમોરિયલ ઓડિટોરિયમ, IIT ગાંધીનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સુરમણી ડૉ. દત્તાત્રેય વેલંકરજી કે જેઓ પ્રસિદ્ધ ગ્વાલિયર-કિરાણા ઘરાનાના આચાર્ય પં. વિનાયક તોરવી અને કીર્તનાચાર્ય લક્ષ્મણદાસ વેલણકરના શિષ્ય છે અને કુશળ શાસ્ત્રીય ગાયક, શિક્ષક, શિક્ષણશાસ્ત્રી અને બેંગ્લોર સ્થિત “શડજા કલા કેન્દ્ર”ના સ્થાપક છે તેમણે પોતાના શાસ્ત્રીય સંગીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. શરૂઆતમાં ડો. વેલણકરે મધુર ગીતો અને આલાપ દ્વારા શ્રોતાઓને કલાત્મક પ્રેક્ટિસનો પરિચય કરાવ્યો હતો. આ સાથે કબીરદાસ અને અન્ય સંતોના શ્રેષ્ઠ પદોને ભજન સ્વરૂપે રજૂ કરીને શ્રોતાઓને તેમના શાસ્ત્રીય સંગીતના સર્વોચ્ચ શિખરથી વાકેફ કર્યા હતા.