નવી દિલ્હીઃ નવું સંસદ ભવન ફાઇવસ્ટાર જેલ જેવું છે, જ્યાં તમે કામ જ નથી કરી શકતા. જો વિરોધ પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવશે તો સંસદીય સત્રોનું આયોજન જૂના સંસદ ભવનમાંથી થશે, એમ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે નવા સંસદની ભવનની ટીકા કરતાં કહ્યું હતું.
અમારી પાર્ટી ઇચ્છે છે કે જો લોકસભાની ચૂંટણી પછી અમે સરકાર બનાવીશું તો એ નક્કી છે કે અમે ઐતિહાસિક સંસદમાં સંસદીય સત્રોનું આયોજન ફરી શરૂ કરીશું. વડા પ્રધાન મોદીએ મે, 2023માં દિલ્હીમાં દેશના નવા સંસદ ભવનનું ઉદઘાટન કર્યું હતું.આ ઐતિહાસિક ઇમારત બનાવવામાં રૂ. 971 કરોડનૌ ખર્ચ થયો છે અને એમાં લોકસભામાં 888 સભ્યો અને રાજ્યસભામાં 300 સભ્યો માટે સુરક્ષિત છે.
નવી સંસદની ટીકા કરતાં તેમણે ભાજપના 400થી વધુ સીટો જીતવાના દાવાની મજાક ઉડાડી હતી. તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે જો મહારાષ્ટ્રના લોકો 543 સભ્યો લોકસભામાં 600 સીટો જીતવાના દાવા કરતા તો તેઓ તાળીઓ વગાડતા. વડા પ્રધાન મોદીએ ચૂંટણી માટે 400ની જગ્યાએ 600નું લક્ષ્ય રાખવું જોઈએ. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનના સભ્યો માટે લોકસભાની ચૂંટણીમાં સીટ વહેંચણી પર સહમતી સધાઈ છે અને એની ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.