બૉલિવૂડના લોકપ્રિય સિંગર અલકા યાજ્ઞિક એક ગંભીર સામે લડી રહ્યાં છે. તેઓ Rare Sensorineural Hearing Loss (દુર્લભ સંવેદનાત્મક ચેતા સાંભળવાની ખોટ)થી પીડિત છે. સંગીત ક્ષેત્રની હસ્તીઓ અને ચાહકો તેમની જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. શું તમને ખબર છે આ બિમારી શું છે?
આંખ, નાક અને કાન આપણા શરીરના સૌથી સંવેદનશીલ અંગોમાંથી એક છે. આ સ્થળોએ થોડી મુશ્કેલી આપણને બેચેન કરી દે છે. હવે કલ્પના કરો કે એક દિવસ અચાનક તમને સંભળાતું બંધ થઈ જાય તો કેવું લાગે! હા, ગાયિકા અલકા યાજ્ઞિક સાથે આવું જ બન્યું છે. અલ્કા યાજ્ઞિકને ન્યુરલ શ્રવણશક્તિની ખોટ છે, જેમાં તેણે અચાનક સાંભળાતું બંધ થઈ ગયુ હતું. જો કે અલકા યાજ્ઞિક એક જાણીતી ગાયિકા છે અને દેશના શ્રેષ્ઠ ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ તમારી સાથે પણ આવું થઈ શકે છે. જાણો સેન્સોરિન્યુરલ હિયરિંગ લૉસ( Sensorineural Hearing Loss) શું છે અને તેને કેવી રીતે અટકાવી શકાય?
સેન્સોરી ન્યુરલ હિયરિંગ લૉસ શું છે?
સેન્સોરિન્યુરલ હિયરિંગ લૉસ એક દુર્લભ હિયરિંગ લોસ ડિસઓર્ડર છે, જેમાં શ્રવણશક્તિ ઓછી થઈ જાય છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન ડૉ. સંજીવ ઝા (ગ્લોબલ મેડિક્લિનિક નવી દિલ્હી) અનુસાર, સરળ ભાષામાં કહીએ તો, સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ એ એક ડિસઓર્ડર છે જેમાં સાંભળવાની ક્ષમતા પર અસર થાય છે. કાનની અંદરની પેથોલોજી અને મગજમાં ઓડિયો સિગ્નલ પ્રસારિત કરતી કોક્લિયર નર્વને નુકસાન થવાને કારણે સાંભળવાની ખોટ થાય છે. ક્યારેક આવું અચાનક થાય છે તો ક્યારેક સાંભળવાની ક્ષમતા ધીરે ધીરે ઓછી થવા લાગે છે.
સેન્સોરી ન્યુરલ હિયરિંગ લૉસના કારણો શું છે?
- મુખ્ય કારણ જન્મજાત હોઈ શકે છે.
- ક્યારેક વાઇરલ ઇન્ફેક્શનને કારણે પણ થઈ શકે છે.
- મગજમાં ટ્યુમર કે ટ્રોમાને કારણે થઈ શકે છે.
- ખૂબ મોટા અવાજના સંપર્કથી સાંભળવાની ક્ષમતા પર અસર થાય છે.
- વય-સંબંધિત (પ્રેસ્બીક્યુસિસ) અને આઇડિયોપેથિક કારણો પણ હોઈ શકે છે.
- સાંભળવાની ખોટના અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે.
સેન્સોરી ન્યુરલ હિયરિંગ લૉસની સારવાર
મોટા ભાગના કિસ્સાઓમાં, જો તીવ્ર સંવેદનાત્મક નુકશાન થયું હોય અને સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરીને તાત્કાલિક સારવાર કરવામાં આવે તો સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. જો 4 અઠવાડિયાની અંદર તેની સારવાર કરવામાં આવે તો, પુનઃપ્રાપ્તિની શક્યતા વધી જાય છે. જો કે, તેને ઠીક કરવા માટે, તમારે સાચા કારણો જાણવાની જરૂર છે.
ન્યુરલ હિયરિંગ લોસ કેવી રીતે અટકાવવું
ઉચ્ચ ડેસિબલ અવાજો ટાળો.
ખૂબ ઘોંઘાટીયા સ્થળોએ ન જશો.
જો કંઈક થાય, તો ડૉક્ટરની સલાહ લો.