જાતે ડૉક્ટર બની મરજી પડે તે દવાઓ લેવી યોગ્ય છે ખરી ?

આપણે દેશ માં થોડું કઈ નાનું મોટું તબિયત માં થાય એટલે મેડિકલ સ્ટોરે પર થી દવા લાવાનો તો જાણે રિવાજ જ બની ગયેલો છે. અને એમાં પણ YouTube/ Internet Ads  જોઈ ને ઘણા લોકો ડૉક્ટરે ના પ્રિસ્ક્રીપ્શન વગર મેડિસિને ના અખતરા કરતા હોય છે. આ કેટલા અંશે યોગ્ય છે એ આપને આ આર્ટિકલ માં જોઇશુ.

જ્યારે તમે કેમીસ્ટને ત્યાંથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર મળેલી કે ઘરમાં પડી રહેલી કોઈ પણ પ્રકારની દવા તમારા ઉપરછલ્લા જ્ઞાનથી તમે પોતે લો છો કે તમારા પરિચિત કોઈને પણ આપો છો ત્યારે તમે જબરદસ્ત ભૂલ કરી રહ્યા છો એ ખ્યાલ ચોક્કસ રાખશો.

દરેક દવાનાં બંધારણ જુદાં જુદાં હોય છે. તેને લેવાનો સમય જેમ કે ખાધા પહેલાં કે પછી, ભૂખ્યા પેટે અથવા રાત્રે એ ખબર ન હોય તથા કેટલા પ્રમાણમાં અને કેટલા દિવસ સુધી એનું જ્ઞાન ન હોય તો ભયંકર પરિણામ આવી શકે છે તેનો ખ્યાલ રાખશો.

એસ્પીરીન જેવી સાદી દવા પણ ભૂખ્યા પેટે જો લેવામાં આવે તો હોજરીમાં ચાંદાં પડે અથવા બ્લીડીંગ થઈ શકે. એન્ટિબાયોટિક દવાઓની એલર્જીને કારણે ચામડી ઉપર ચાંદા પડે, કાનમાં બહેરાશ આવે અથવા આંખે દેખાતું બંધ પણ થઈ જાય.

સસ્તી અને તરત અસર કરે એવી ખોટી ખાત્રીવાળી જાહેરાતના જોર ને કમિશનથી મળતી દવાઓનો ડોક્ટરની સલાહ વગર તમે ઉપયોગ ન કરો તો સારું છે નહીં તો દરદ તો મટતાં મટશે પણ બીજી જોખમકારક પરિસ્થિતિ ઊભી થશે.

(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)