સ્પાઇનની બીમારીની સચોટ સારવાર સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં 

૫૦૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે કુબજા નામની દાસી જેની મોટી ખૂંધ હતી. શ્રીકૃષ્ણે જેના ફક્ત પગના આંગળા ઉપર પગ મૂકી અને તેની હડપચી ઊંચી કરીને તેને એક સુંદર નારી બનાવી દીધી. જેને દુનિયાની પહેલી સ્પાઇન સર્જર્રીની શરૂઆત ગણી શકાય. ત્યાર બાદ ૧૨૦૦ બીસી, -૬૦૦ બીસી દરમ્યાન સુશ્રુત જેમને સર્જરીના પિતા ગણવામાં આવે છે કે જેમને અત્યારના સમયમાં પણ એમની સારવારને અનુસરવામાં આવે છે. એ સમયની સુશ્રુત સંહિતામાં સર્જરીની રીત અને સારવાર વિષે જણાવવામાં આવ્યું છે.

મણકાના રોગોની સારવારમાં ઉત્ક્રાંતિ ત્રણ વિભાગમાં થઈ

  •  નિદાન બાબતે ઉત્ક્રાંતિ
  •  સારવાર બાબતે ઉત્ક્રાંતિ
  •  શસ્ત્રક્રિયા બાબતે ઉત્ક્રાંતિ                                                                                                                                                                                                                                      1) નિદાન બાબતે ઉત્ક્રાંતિ એવી રીતે થઈ કે વર્ષો પહેલાં તબીબ માત્ર નાડી અને લક્ષણો જોઈને સારવાર કરતા હતા જેમાં સંપૂર્ણપણે ચોકસાઈથી નિદાન થઈ શકતું ન હતું. જ્યારે આજના યુગમાં એમ.આર.આઇ એ નિદાન બાબતમાં થયેલી એક મહત્વની ક્રાંતિ છે. જેના કારણે તબીબ સ્પષ્ટ પ્રકારે રોગનું નિદાન કરી શકે છે.               2) સારવાર બાબતે ઉત્ક્રાંતિ એટલે કે એક સ્થિરતાથી સતત સુધારો થયા કર્યો છે જ્યારે પહેલાં બહુ જ જૂજ માત્રામાં એન્ટિ-બાયોટિક દવાઓ હાથ વગી હતી. ત્યાં આજે બજારમાં અનેક પ્રકારની સાદા દુખાવાની દવાઓથી માંડીને ટીબી તથા કેન્સરની સારામાં સારી સારવાર થાય તેવી દવાઓ સરળતાથી મળે છે. આ પ્રમાણે અનેક પ્રકારની દવાઓ સરળતાથી મળી રહેવાથી ઘણા બધા મોટા રોગોને પછાડવાનું શક્ય બન્યું છે.                  3.1) શસ્ત્રક્રિયાનાં સાધનોમાં ક્રાંતિ એવી રીતે આવી કે જેમાં સમય જતાં સર્જરી માટે થોડાં આધુનિક સાધનો ઉપલબ્ધ થયાં. ઓપરેશન ટેબલ, એક્સ-રે મશીન વગેરે… એ પછી વધુ સારાં મશીનો  જેવાં કે આઇઆઇટીવી જેનાથી ઓપરેશન દરમ્યાન ઈમેજ જોઈ શકાય છે. વર્ષોવર્ષ ધીમે-ધીમે નવાં મશીનોની શોધ ચાલુ રહી છે.

જેનાથી ઓપરેશનો ખૂબ સલામત બન્યાં છે. પડકારરૂપ સ્પાઇન સર્જરીને વધારે ચોકસાઈપૂર્વક કરવા માટે નવીન સાધનોનો ઉપયોગ એકસાથે કરવામાં આવે છે, જેને ઇન્ટિગ્રેટેડ સ્પાઇન સ્યુટ કહેવાય છે. બેકટેરિયારહિત ઓપરેશન થિયેટર અને સાથે નીચે મુજબનાં સાધનો ઓપરેશનને સફળ બનાવે છે, સર્જનની અસમર્થતાને તક આપે છે અને સમર્થતાને વધુ ક્ષમતા આપે છે.

ઓ આર્મ: આ મોબાઇલ સિટી સ્કેન મશીન છે, જેનાથી થ્રી-ડાયમેન્શનમાં ફોટા પડે છે. આ મશીનથી ઓપરેશન પહેલાં અને પછીથી જરૂરિયાત મુજબ ચેક કરવાથી ચોકસાઈથી કાર્ય થાય છે. મશીનનું વજન ૯૦૦ કિલો હોય છે.

નેવિગેશન સિસ્ટમ: શરીર માટેનું જી.પી.એસ. એટલે એસ ૮ નેવિગેશન સિસ્ટમ. ઓપરેશન દરમ્યાન સ્ક્રૂની દિશા, લંબાઈ,જાડાઈ અને  ઊંડાઈ વગેરેની ખૂબ જ સારી રીતે જાણકારી આપે છે. ઓ આર્મ અને નેવિગેશન સિસ્ટમ બંને સાથે ૯૯.૭ ટકા ચોકસાઈથી ઓપરેશન કરી શકાય છે.

ન્યુરો-મોનિટરિંગ: આઇસીયુમાં જેમ શ્વાસોચ્છ્શ્વાસ અને હ્રદયના ધબકારાની માત્રા વગેરે મોનિટર થાય છે તેમ મગજથી પગના અંગૂઠા અને આંગળા સુધીની નસોની માહિતી ઓપરેશન દરમિયાન આપમેળે મળે છે.

અલ્ટ્રાસોનિક બોન સ્કાલપેલ: આ સાધન માત્ર એક જ મિલીમીટર જેટલી માત્રામાં હાડકું કાપે છે અને નસોને નુકસાન થતું નથી. શસ્ત્રક્રિયામાં અત્યાધુનિક સાધનોના ઉપયોગ દ્વારા મોટા ચીરાથી થતા ઓપરેશન, નાના ચીરામાંથી કરવાનું  શક્ય બન્યું. આવા ઓપરેશન ને મિનિમલ ઇન્વેઝ સ્પાઇન સર્જરી કહેવાય છે. આ પદ્ધતિથી થતા ઓપરેશનમાં  દર્દીને બહુ જ નહિવત્ દુખાવો વેઠવો પડે છે.  સર્જરી બાદ દર્દી એ જ દિવસે ચાલી શકે છે અને ઘરે પણ જઈ શકે છે.

ઉપરનાં બધાં જ સાધનોનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરીને સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવે છે, જેથી કરીને ચોકસાઈ અને કાળજી વધે છે અને ઓપરેશનમાં ધારેલી સફળતા મળે છે. વધુ માહિતી માટે અમારી વેબસાઇટ પર જાઓ… www.stavyaspine.com