અમદાવાદ: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંક ગિફ્ટ સિટીમાંથી ગોલ્ડ ફોરવર્ડ ડીલ હાથ ધરનારી પ્રથમ ઘરેલું બેંક બની ગઈ છે. વૈશ્વિક રીફાઇનર અને ઉચ્ચ શુદ્ધતા ધરાવતા ધાતુના ઉત્પાદનોની ઉત્પાદનકર્તા અને ઔદ્યોગિક સેવાઓ પૂરી પાડનાર હિંદુસ્તાન પ્લેટિનમ પ્રા. લિ.ના સહયોગમાં HDFC બેંક ગિફ્ટ સિટી IBU દ્વારા આ ડીલ કરવામાં આવી હતી.નિયામકોએ ગોલ્ડ પ્રાઇસ એક્સપોઝર ધરાવતી ઑનશોર એન્ટિટીઓને ગિફ્ટ સિટી મારફતે તેમના જોખમોને સુરક્ષિત રાખવા માટે સક્ષમ બનાવી છે. HDFC બેંક ગિફ્ટ સિટીની બુલિયન ઇકોસિસ્ટમના વિકાસનો હિસ્સો બનવા માટે કટિબદ્ધ છે. ગિફ્ટ સિટીમાં આવેલી બેંકની IBU ઇન્ડિયન ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)ના ટ્રેડિંગ અને ક્લીયરિંગ મેમ્બર તરીકે કામ કરે છે.આ પ્રસંગે વાત કરતાં HDFC બેંકના ટ્રેઝરીના ગ્રૂપ હેડ અરુપ રક્ષિતએ જણાવ્યું હતું કે, ‘આ સિદ્ધિ નવીન અને કાર્યક્ષમ નાણાકીય ઉપાયો પૂરાં પાડવા ગિફ્ટ સિટી દ્વારા પૂરી પાડવામાં આવતી તકોનો લાભ લેવા માટેની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે. HDFC બેંક જેમ્સ અને જ્વેલરી સેક્ટર તેમજ વિવિધ ઔદ્યોગિક સેક્ટરોને તેમના જોખમોને કાર્યક્ષમ રીતે મેનેજ કરવા ખાસ તેમના માટે તૈયાર કરવામાં આવેલા હેજિંગના સોલ્યુશનો પૂરાં પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.’નોમિનેટ થયેલી એજન્સી HDFC બેંક IIBX પર સ્પેશિયલ કેટેગરી ક્લાયેન્ટ બનવાની દિશામાં અગ્રેસર છે અને તે હવે ગિફ્ટ સિટીમાંથી ગોલ્ડ અને સિલ્વર ફોરવર્ડ્સની સેવા પૂરી પાડી રહી છે.