ડ્રોન શો, લાઈવ સંગીત સંધ્યા દ્વારા ગાંધીજયંતીની ભવ્ય ઉજવણી
ઉજવણીના ભાગ રૂપે આયોજિત સંગીત સંધ્યામાં ‘મેઘધનુષ બેન્ડ’ દ્વારા ગાંધીજીને સ્મરણાંજલિ આપતા ગીતો અને અન્ય ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.આ ખાસ અવસર પર શ્રેષ્ઠ વીડિયો અને ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઇવેન્ટ વિજેતાઓને પુરસ્કાર આપી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. વિજેતાઓને તેમની કૃતિને સાયન્સ સિટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર્શાવવાનો મોકો મળશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે કટિબદ્ધ છે. આ અંતર્ગત સાયન્સ સિટી દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓઓનું પણ આયોજન કરવામાં આવે છે.