સુરત: રતન તાતાનાં પિતા નેવલ ટાટાનો જન્મ સુરતમાં પારસી ઝોરોસ્ટ્રિયન પરિવારમાં. પણ રતન તાતા સુરત માત્ર એકવાર આવેલા. 3 મે, 2018ના ગુરુવારના રોજ એમણે સુરતની મુલાકાત લીધી હતી. જેમાં કતારગામ સ્થિત SRK એક્સપોર્ટમાં ગોવિંદ ધોળકિયા પાસે રતન ટાટાએ હીરા ઉદ્યોગ કઈ રીતે કામ કરે છે, એની માહિતી મેળવી હતી. ગોવિંદભાઈના નિવાસસ્થાને એમના પરિવારને મળવા સાથે ભોજન પણ લીધુ હતું.
(અરવિંદ ગોંડલિયા – સુરત)