GalleryTravel વસઈના ચિંચોટી ધોધમાં સેંકડો ફસાયા… July 8, 2018 મુંબઈની નજીકના પાલઘર જિલ્લાના વસઈ (પૂર્વ)માં ડુંગર પર આવેલા ચિંચોટી ધોધમાં શનિવારે અનેક પર્યટકો, પિકનિક પર ગયેલા લોકો ભારે વરસાદને કારણે ફસાઈ ગયા હતા. પોલીસ જવાનોએ 106 જણને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા, પણ કાંદિવલીના રહેવાસી ભાવેશ ગુપ્તાનું મૃત્યુ નિપજ્યું છે. 12 જણ તે ધોધના ડેન્જર ઝોનમાં ફસાઈ ગયા હતા. ધોધમાં ફસાઈ ગયેલાઓને ઉગારવા માટે પોલીસ જવાનો ઉપરાંત અગ્નિશામક દળ, વસઈ-વિરાર મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી તથા સ્થાનિક ગામવાસીઓ મદદ માટે પહોંચી ગયા હતા. ચિંચોટી ધોધ પિકનિકની મજા માણનારાઓમાં બહુ ફેમસ છે. વરસાદની ઋતુમાં ધોધમાં નાહવાની મજા માણવા માટે શનિ-રવિની વીકએન્ડની રજાઓમાં અહીં સેંકડો લોકો આવતા હોય છે. મુંબઈથી ચિંચોટી ધોધ સ્થળે પહોંચતા બે કલાક જેટલો સમય લાગે છે. વસઈ (પૂર્વ)માં જંગલ વિસ્તારમાં આ ધોધ આવેલો છે. https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2018/07/YERjo6THoS1GxdYp.mp4