કેરોમાં એર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ…

ઈજિપ્તના પાટનગર શહેર કેરોમાં પહેલી જ વાર એર સ્પોર્ટ્સ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 28 એપ્રિલ, શનિવારે કેરોની હદમાં આવેલા પ્રાચીન સ્મારક ગ્રેટ પિરામિડ્સ નજીક એક સ્કાઈડાઈવર બલૂન મારફત લેન્ડ કરી રહ્યો છે. આ બે-દિવસીય એર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન સ્કાઈ સ્પોર્ટ્સ અને ઈજિપ્શીયન એર સ્પોર્ટ્સ ફેડરેશને કર્યું છે.