પુરુષોની ડબલ્સ હરીફાઈનું વિજેતાપદ મલેશિયાના માન વેઈ ચોંગ અને ટી કાઈ વૂનની જોડીએ જીત્યું હતું. ફાઈનલમાં એમણે ભારતના ક્રિષ્ના પ્રસાદ ગારગા અને વિષ્ણુવર્ધન ગૌડ પાંજલાને 21-18, 21-15થી પરાજય આપ્યો હતો.
મહિલાઓની ડબલ્સનું વિજેતાપદ મલેશિયાની એન્ના ચીઓંગ ચીંગ યીક અને તિયો મેઈ શીંગે જીત્યું હતું. એમણે ફાઈનલમાં ભારતની ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદને 21-12, 21-13થી પરાજય આપ્યો હતો.
