ફેડરરે છઠ્ઠી વાર જીતી ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી…

સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરે 28 જાન્યુઆરી, રવિવારે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સ ફાઈનલ મેચમાં ક્રોએશિયાના મેરિન સિલીકને 3-2 (6-2, 6-7, 6-3, 3-6, 6-1)થી હરાવીને કારકિર્દીમાં છઠ્ઠી વાર ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી જીતી હતી. ફેડરરે કારકિર્દીમાં આ 20મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે. એ અત્યાર સુધીમાં વિમ્બલ્ડન વિજેતાપદ 8 વાર, ઓસ્ટ્રેલિયન ઓપન 6 વાર, યૂએસ ઓપન પાંચ વાર અને ફ્રેન્ચ ઓપન એક વાર જીતી ચૂક્યો છે.