બેંગલુરુઃ આઈપીએલ-11ના ખેલાડીઓની હરાજી…

બેંગલુરુમાં આઈટીસી ગાર્ડનિયા હોટેલ ખાતે 27 અને 28 જાન્યુઆરી, એમ બે દિવસ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની 11મી મોસમ માટેના ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એમાં સ્પર્ધાની 8 ટીમોના માલિકો, પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને પસંદગીના ખેલાડીઓને ખરીદવા માટે સૌથી ઊંચી બોલી લગાવી હતી. કાર્યક્રમનું આયોજન બીસીસીઆઈની આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું હતું. હરાજીમાં ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. એને રાજસ્થાન રોયલ્સ ટીમે હરાજીના પહેલા દિવસે રૂ. 12 કરોડ 50 લાખમાં ખરીદ્યો હતો. સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો છે ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ, જેને પણ રાજસ્થાન રોયલ્સ ટીમે જ રૂ. 11.50 કરોડમાં ખરીદ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]