જોકોવિચ પાંચમી વાર બન્યો વિમ્બલ્ડન ચેમ્પિયન…

સર્બિયાના નોવાક જોકોવિચે 14 જુલાઈ, રવિવારે લંડનના વિમ્બલ્ડનમાં રમાઈ ગયેલી અને અત્યંત રોમાંચક બનેલી વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સ ફાઈનલમાં સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરને 7-6 (5), 1-6, 7-6 (4), 4-6, 13-12 (3) પરાજય આપ્યો હતો. પાંચ કલાક સુધી ચાલેલી મેચ જીતીને જોકોવિચે આ પાંચમી વાર વિમ્બલ્ડન ટ્રોફી જીતી છે. ફેડરર 9મી વાર ચેમ્પિયન બનવાના પ્રયાસમાં હતો. જોકોવિચે ત્રણેય સેટ ટાઈબ્રેકરમાં લઈ જઈને જીત્યા હતા. જોકોવિચ અને ફેડરર આ ત્રીજી વાર વિમ્બલ્ડન ફાઈનલમાં ટકરાયા હતા. જોકોવિચે 2014 અને 2015માં પણ ફેડરરને પરાજય આપ્યો હતો.